Latest

સાબરકાંઠા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો 

કપિલ પટેલ દ્વારા હિંમતનગર

રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે આયોજીત સ્વાતંત્ર્ય સેનાની સન્માન કાર્યક્રમ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશને સ્વતંત્ર કરાવવામાં જેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેવા સાબરકાંઠા જિલ્લાના અનસંગ હીરો-સ્વાતંત્ર્ય સેનાની/સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને સન્માન યોજાયો હતો.

આ પ્રસંગે કલેક્ટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલાના વરદ હસ્તે શાલ, મોમેન્ટો અને બુકેથી સન્માન  કરવામાં આવ્યું. જેમાં લીલાબેન વસાવા, સ્વ. રતિલાલ કાલીદાસ રાવલ અને સ્વ. રજનીકાંત રેવાશંકર ઉપાધ્યાયના પરિવારજનોને સન્માનિત કરાયા હતા.

આઝાદીની લડત દરમિયાન  સ્વાતંત્ર્ય સેનાનીઓ એ પોતાની કે પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વગર આઝાદીની લડતમાં પોતાની જાતને હોમી દઇ હિંદ છોડો આંદોલન, દીવ દમણ અને ગોવા મુક્તિ આંદોલન જેવી અનેકવિધ ગતિવિધિઓમાં ભાગ લઇ દેશને સ્વતંત્ર કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. એવા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરી સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ગૌરવની લાગણી અનુભવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *