ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તાલીમની તાલીમાર્થી બહેનોને નિ:શુલ્ક બ્યુટીપાર્લર કિટનુ વિતરણ સાથે તાલીમનુ સમાપન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધેલ જેમાં ૨૬ જેટલા ગામડાના બી.પી.એલ તાલીમાર્થી બહેનોને એસ.બી.આઇ આરસેટી ડાયરેક્ટરશ્રી રમેશકુમાર એસ.રાઠોડના માર્ગદર્શન હેઠળ નિ:શુલ્ક બ્યુટીપાર્લરની કીટનુ વિતરણ કરવામાં આવ્યુ તથા આ સાથે તાલીમનુ સમાપન કાર્યક્રમનુ યોજવામાં આવ્યો હતો.
કીટ વિતરણ અને સમાપન પ્રોગ્રામને સફળતાપૂર્વક શરૂ કરવા માટે અતિથિ વિશેષ ડી.આર.ડી.એ ભાવનગરના ડી.એલ.એમશ્રી ઇરફાનભાઇ ઘાંચી,એપીએમશ્રી વૈષ્ણવીબેન ભટ્ટ તેમજ એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના,ફેકલ્ટીશ્રી નિલેષભાઇ બરોલીયા,શ્રી ઇશાન કલીવડા અને શ્રી જયેશભાઇ ગોહિલ અને સ્ટાફશ્રી સંજયભાઇ શુક્લ તેમજ ડી.એસ.ટી ટ્રેઇનરશ્રી રેખાબેન ઉપસ્થિત રહયા હતા.
આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામના બહેનોએ ભારે ઉત્સાહથી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આ સમાપન કાર્યક્રમમાં અતિથિ વિશેષ ડી.આર.ડી.એ ભાવનગરના ડી.એલ.એમશ્રી ઇરફાનભાઇ ઘાંચી તથા એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) ના ફેકલ્ટીશ્રીએ તાલીમાર્થીઓ તાલીમ પૂરી કર્યા પછી બહેનોને આગળ બિઝનેસ માટે લોન વિષે માહિતી આપી અને તાલીમ કાર્યક્રમ અનુરૂપ બહેનોમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ,જોમ,જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદબોધન કરેલ અને તાલીમાર્થીઓને પગભર થવા વિષે માહિતી આપી હતી.