Latest

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અને વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે હંમેશા તત્પર રહેતા અને લોકોના સાથે રહી સેવાકીય પ્રવૃતિઓ કરતા જીજ્ઞાબેન શેઠ વઢિયાર પંથકમા હાલ આગવી ઓળખ ઉભી કરી છે.

જીજ્ઞાબેન શેઠ એક એવું નામ કે જેમને હંમેશા વિસ્તારમાં અનાથ લોકો, ગરીબ લોકો, શિક્ષણ સહાય થી લઈને ઉનાળા દરમિયાન આંતરિયાળ વિસ્તારોમાં ટેન્કર મારફતે લોકોને પીવાનું પાણી પહોંચાડી સતત સેવા સાથે જોડાયેલા જોવા મળે છે.

ત્યારે તાજેતરમા જ જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ દ્વારા હરસુખ બી. મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થકી ચારુંબેન મહેતા વતી બનાસ નદીનાં પટમાં આવેલ શાળાનાં બાળકો માટે ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગ્રામ પંચાયતમાં આવતી બનાસ નદીના પટમાં આવેલી ભકિતનગર શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકો માટે ગરમ સ્વેટર નું વિતરણ કરતા નાના ભૂલકાંઓના માસૂમ ચહેરા પર અનોખી સ્મિત સાથે હરખની હેલી જોવા મળતા હૈયું સંવેદના થકી ઉભરાઈ આવ્યું હતું

બનાસ નદીના પટમાં આવેલ ભકિતનગર શાળામાં બે કિલોમીટર સુધી નદીમાં ચાલીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે.ત્યારે આ ખુલ્લા રેતાળ વિસ્તારમાં જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જીજ્ઞાબેન શેઠ તેમની ટિમ દ્વારા હરસુખ બી. મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ભક્તિનગર શાળાના અનાથ બાળકોને ગરમ સ્વેટર વિતરણ કરી બાળકો સાથે વ્હાલ કરતા જોવા મળ્યા હતાં. અને ચારુબેન મહેતા સેવાના ભીગરથ કાર્યમાં સતત સહભાગી બનતા જીજ્ઞાબેન શેઠે હરસુખ બી મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ ચારુબેન મહેતાનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *