ગાંધીધામ : કચ્છની વિવિધ કોલેજો અને માધ્યમિક શાળાઓની આસપાસ વિદ્યાર્થીનીઓની છેડતીના બનાવવો માં હાલ માં ઉછાળો આવ્યો છે જેનાથી વાલીઓમાં આ બાબતે ચિંતાની લાગણી પ્રસરી છે . પોલીસ પેટ્રોલીંગ ને વધુ મજબૂત બનાવવા અને આવા લુખ્ખા અને રોમિયો ગીરી કરતા તત્વોને પોલીસ સબક શીખવાડે તેવી માંગ માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનિચાએ કરી છે.
શ્રી દનીચા એ જણાવ્યું હતું કે કચ્છની કોલેજો જેવી કે આદિપુર, અંજાર, માંડવી, ભૂંજ, રાપર અને અન્ય ખાનગી કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે સ્થાનિક શહેરની છાત્રાઓની સાથે સાથે આસપાસના ગામડાઓમાંથી પણ અભ્યાસ અર્થે છાત્રાઓ અવરજવર કરતી હોઇ વહેલી સવારથી જ કોલેજની આસપાસ ફોરવીલર અને ટુવિલર થી ફરતા લુખ્ખા અને રોમિયોગીરી કરતા તત્વોના ત્રાસથી છાત્રાઓ માં ચિંતાનો મોજુ ફરી વળ્યું છે .વળી આવા તત્ત્વો કોલેજ શરૂ થવા નાં સમયે અને કોલેજના છૂટવાના સમયે મોબાઇલથી છાત્રાઓની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરતા હોવાની પણ અનેક વખત ફરિયાદો મળી છે
માધ્યમિક શાળાઓની આસપાસ પણ આવા લવર મુછિયા રોમિયો સતત શાળાઓનાં મુખ્ય દ્વાર પર જ ઊભા રહી જોર જોરથી મોબાઇલમાં ગીતો વગાડતા હોવાના અને શાળા સમયે શાળાની અંદર આવતી જતી છાત્રાઓને પજવણી કરતા હોવાના બનાવો માં સતત ઉછાળો આવ્યો છે. શાળા તેમજ કૉલેજ નાં જવાબદાર અધિકારીઓ જ્યારે આવા તત્વોને રોકથામ કરે છે ત્યારે તેમને પણ ધમકીઓ આપવામાં આવે છે. ત્યારે આવા તત્વોને પાઠ ભણાવવા માટે જિલ્લા પોલીસ વાળા ના લોક દરબારમાં આ પ્રશ્ન દરેક વખતે રજૂઆત માટે ઉપસ્થિત થતો હોય પોલીસ પ્રશાસન સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરે અને આવા તત્વોને કાબૂ મા રાખે તેવી લોક માંગ ઉઠી છે.
આદિપુર ની કોમર્સ કોલેજ ની પાછળ નો વિસ્તાર ,લો કોલેજ અને ફાર્મસી કોલેજ ના માર્ગ પર બપોરના ભાગે અને સાંજ ના સાત વાગ્યા પછી આવા લુખ્ખા તત્વો સ્થાન જમાવતા હોય છે. થોડા સમય અગાઉ જિલ્લા પોલીસવાળાએ આવા તત્વો સામે લાલ આંખ કરતાં મહિલા પોલીસ સાદા ડ્રેસમાં પેટ્રોલિંગ સખત બનાવતા વાલીઓ અને વિદ્યાર્થીનીઓમાં રાહત થયું હતું.
પરંતુ આ પોલીસ પેટ્રોલિંગમાં ઘટાડો થતાં પુનઃ આવા તત્વોએ માથું ઊંચક્યું છે .શાળાઓની સાથે સાથે ટ્યુશન ક્લાસીસમાં બપોરના સમયે ટ્યુશન જતી વિદ્યાર્થીનીઓનુ પીછો કરી પજવણી કરતા તત્વો સામે કાયદાનો ડંડો પોલીસ ખાતું ઉગામે તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે.
પોલીસ વડા આ બાબતને ગંભીર ગણી વાલીઓ કાયદો હાથ મે લે તે અગાઉ સાદા ડ્રેસમાં મહિલા પોલીસ પેટ્રોલીંગ ને પુનઃ શરૂ કરે અને આ પીડા માંથી પાર કરે તેવી માંગ શ્રી દનીચા એ કરી છે.
ભાવેશ મુલાણી ભરૂચ.