શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે,ત્યારે કેટલાક અંબાજી બહારના ભક્તો પણ અંબાજી ખાતે આવીને માતાજીને થાળ ધરાવતા હોય છે.
વર્ષોથી અંબાજી આવતા અને માતાજીની ભક્તિ આરાધના કરતા સુરતના મહેન્દ્રભાઈ મહારાજ અને તેમના અનુજ દ્વારા અંબાજી ચામુંડા વાળી ધર્મશાળામાં માતાજીને થાળ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અંબાજી ખાતે રહેતા તમામ બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન અપાયું હતું.
આજરોજ માતાજીના પરમ પાવન તીર્થધામ અંબાજીની અંદર વર્ષોથી માતાજી ઉપર અનન્ય શ્રદ્ધા રાખનાર મહેતા પરિવાર અને સુરતની અંદર નિવાસ કરતા મહેન્દ્રભાઈ મહારાજ તથા એમના અનુજ મુકેશભાઈ મહારાજ દ્વારા માતાજીના સાનિધ્યની અંદર માતાજીનો થાળ કરવામાં આવ્યો તેમજ સમગ્ર અંબાજી પંથકના ભૂદેવોનું બ્રહ્મ ભોજન આ પવિત્ર શ્રાવણ માસની અંદર કરાવવામાં આવ્યું
સાથે સુરતથી પણ સમગ્ર શિહોર સંપ્રદાય ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના અનેક આગેવાનોની સાથે આ માતાજીનો થાળ માતાજીના સાનિધ્યમાં સંપન્ન કરી અને સર્વના કલ્યાણની કામના મહેતા પરિવાર દ્વારા માતાજીના ચરણોમાં કરવામાં આવી. ભોજન બાદ તમામ ભૂદેવોને સાલ અને દક્ષિણા આપવામાં આવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી