સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલ ફુલેશ્વર મહાદેવ મંદિર તથા ચરમાળીયા દાદા ના સાનિધ્ય માં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મહા આરતી મહાપ્રસાદ સહિત દાદાના સાનિધ્યમાં અભિષેક પણ કરવામાં આવ્યો હતો સમગ્ર શિવાલયો હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યું હતું
દેવાધી એવું મહાદેવ નું પવિત્ર શ્રાવણ માસમા શિવની પૂજા નું અનેરુ મહત્વ હોય છે ભારતના બાર જ્યોતિર્લિંગ માં પ્રથમ સૌરાષ્ટ્રના સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી શ્રાવણ માસમાં શિવની પૂજા અર્ચના , આરાધના , અભિષેક સહિત કરવામાં આવે છે શિવના અનેકવિધ નામો છે
ભારતભરમાં હજારોની સંખ્યામાં શિવાલયો નાના મોટા આવેલા છે ધ્રાંગધ્રા શહેરના 100 થી વધારે વર્ષ પુરાણું ચરમાળીયા દાદા નું મંદિર આવેલું છે આ મંદિરના સાનિધ્યમાં દર સોમવારે ભક્તો બહુ સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે જ્યારે ધાંગધ્રા શહેરની મધ્યમાં આવેલ ફુલેશ્વર મહાદેવ મંદિર 140 વર્ષ જૂનુ પ્રાચિન મંદિર છે
જ્યારે શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ સોમવારે ભગવાન ફુલેશ્વર દાદા ના અલગ અલગ શૃંગાર તેમજ રાત્રી સમયે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવે છે આ સાથે અમરનાથ દર્શન મહાકાલેશ્વર સ્વરૂપ સહિત ભગવાનની ઝાંખી કરવામાં આવે છે આજે પ્રથમ સોમવાર નિમિત્તે બોહળી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા હર હર મહાદેવ ના નાદ થી સમગ્ર મંદિર પ્રાંગણ શિવમય બની ગયું હતું
બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા