Latest

સિહોર ખાતે યોજાનાર મહા સમેલન માટે ભાવનગર જિલ્લા કરણીસેના દ્વારા તડામાર તૈયારીઓ

 

સિહોર ખાતે કરણી સેના દ્વારા આયોજિત સંમેલનમાં ક્ષત્રિયોની વચ્ચે રહેલા વિવિધ વાડાઓ દૂર કરી તમામ ક્ષત્રિયોને એક તાંતણે બાંધી ક્ષત્રિયોનું સંગઠન કરી તમના ઉત્થાન માટેના ઉદેશ્ય સાથે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના કામ કરી રહી જે જે અનુસંધાને સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા સંમેલનો થઈ રહ્યા છે સિહોરમાં તા. ૨૫/૦૬/૨૦૨૨,શનિવાર ના રોજ ભાવનગર જિલ્લા કરણીસેના દ્વારા મહારેલી તેમજ મહાસંમેલનનું આયોજન કરેલ હોય,જેમાં ગુજરાત તેમ જ સમગ્ર દેશ માંથી કરણી સેનાના આગેવાનો પધારી રહ્યા હોય આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર જિલ્લા કરણીસેના દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સાથે સાથે ભાવનગર જિલ્લાના ક્ષત્રિય સમાજના ગામડાઓમાં પણ મિટિંગો કરી સમાજમાં આ કાર્યક્રમ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને નિમંત્રણો આપવામાં આવી રહ્યા છે આ સંમેલનને એક રીતે ક્ષત્રિય રાજપૂત સમાજના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યું હોય ત્યારે યુવાનો તથા વડીલોને વધુમાં વધુ સંખ્યામાં રેલી તથા સંમેલનમાં જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર જિલ્લા પ્રભારી અશ્વિનસિંહ ડાયમા,જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ મોરી તથા ભાવનગર શહેર પ્રમુખ જનકસિંહ ચાવડાની યાદીમાં જણાવાયું છે

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *