શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે માઈ ભક્તો દૂરદરથી દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હાલમાં અંબાજી ખાતે શિવ મહોત્સવનો પ્રારંભ થયો છે.
અંબાજીના મહાદેવીયા વાળી ધર્મશાળા મા આજે બપોર થી ભવ્ય કથા નો આરંભ થયો છે ત્યારે આ કથામાં હાજરી આપવા માટે રાજસ્થાન સુરજકુંડના ગુરુજી અવધેશાનંદજી મહારાજ આવ્યા હતા. કથામાં તેઓ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના અંબિકેશ્વર મહાદેવના પરિવાર દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
કથા અગાઉ વિવિધ આવેલા મહારાજ દ્વારા અંબાજી મંદિર ખાતે ચાલતા દર્શન કરવા ગયા હતા અને અંબાજી મંદિર ના શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી.
અંબાજી મંદિરના ગર્ભગૃહમાં તેમને માતાજીના દર્શન કર્યા હતા અને અંબિકેશ્વર મહાદેવ માં શિવપૂજા કરી હતી અને પછી ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ તેમણે માતાજીની ગાદી જઈને લીધા હતા. મોટી સંખ્યામાં ભક્તો સુરજ કુંડ વાળા ગુરુજીના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. અંબાજીમાં હાલમાં શિવ મહોત્સવ કથા ચાલી રહી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી