Latest

શ્રી ગોવિંદ ગુરુ યુનિના અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા સમાજશાસ્ત્રી ડૉ.તારાબેન પટેલની જન્મજયંતીની ઉજવણી કરાઈ

એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ):: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્ર દ્વારા વારંવાર યોજવામાં આવતા વિષય અને વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમો અંતર્ગત અનુસ્નાતક સમાજશાસ્ત્ર સેમેસ્ટર -૨ અને સેમેસ્ટર -૪ નાં વિદ્યાર્થીઓને ગુજરાતનાં સમાજશાસ્ત્રનાં પ્રથમ મહિલા સમાજશાસ્ત્રી એવા ડૉ. તારાબેન પટેલની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી, આ કાર્યક્રમમાં અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્રનાં અધ્યક્ષ ડૉ.જગદીશ પટેલે વિધાર્થીઓને ડૉ.તારાબેન પટેલનાં જીવન પરિચય વિશે માહિતી આપવામાં આવી હતી.

અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગનાં પ્રાધ્યાપક પ્રહલાદ વણઝારા, ડૉ.દિપીકા પરમાર અને કરણ ભિલેચા દ્વારા વિદ્યાર્થીઓને ડૉ.તારાબેન પટેલનાં કાર્યો તેમજ લખાણો અને ગુજરાત સરકારની નીતિઓમાં ડૉ.તારાબેન પટેલનાં અભ્યાસોનો સંદર્ભ તરીકેના ઉપયોગ વગેરે વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી ,

ગુજરાત યુનિવર્સિટીનાં પુર્વ પ્રોફેસર ડૉ ગૌરાંગ જાની દ્વારા મોકલવામાં આવેલ વિડિયો સંદેશ દ્વારા વિદ્યાર્થીઓને સચિત્ર માહિતી વિડિયો દ્વારા બતાવવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમ માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ તેમજ યુનિવર્સિટીનાં કુલસચિવ ડૉ.અનિલ સોલંકીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *