પાટણ, સંજીવ રાજપૂત: પાટણ જિલ્લામાંથી રહેતા ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી પરિવારો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે . અને દેશની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ ને ઉજાગર કરતા કાર્યક્રમો સહિત ધાર્મિક ઉજવણીઓ પણ ગુજરાતી પરિવારો દ્વારા કરવામાં આવી રહી છે.
ત્યારે ઓસ્ટ્રેલિયા નાં સિડનીમાં ગુજરાતી પરિવારો દ્વારાજલારામબાપાનો મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.ઓસ્ટ્રેલિયાના સિડની મિટો ખાતે મોટી સંખ્યા ધરાવતા ગુજરાતી પરિવારો અને એમાં લોહાણા ઠક્કર સમાજ સંચાલિત ભવ્ય જલારામ બાપાની ઉજવણી કરવામાં આવી હતી. વિદેશમાં સંતવાણી સંત્સંગ જેવા કાર્યો પણ ગુજરાતીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સમાજના અગ્રણી દીપકભાઈ ભગાણી ઠક્કરના કન્વિનર પદે ભવ્ય જલારામ ભક્ત મંડળ દ્વારા મોટી સંખ્યામાં ઠક્કર સમાજના હરિ ભક્તો દ્વારા સત્સંગ તેમજ ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા અગ્રણી જ્યોતિબેનએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને સમાજના અગ્રણીઓ સહિત હિન્દુ ધર્મના રહેતા પરિવારોએ ઉજવણીમાં ભાગ લીધો હતો.પાટણ જિલ્લાના ગોવના ગામના સ્થાનિક અને હાલ ઓસ્ટ્રેલિયામાં આવેલ વોલંગોગ ખાતે રહેતા મૂળ ગુજરાતી એવા સાધુ વિષ્ણુદાસ, સાધુ નીતાબેન તથા દિક્ષિતભાઈ પ્રજાપતિએ વિશેષ હાજરી આપી જલારામ બાપાની ભક્તિ સાથે વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરી હતી.
દિલીપભાઈ મુળ.ગુજરાતી પોરબંદર ભાણવડ) કેનિયા આફ્રિકા જન્મ છે. જેઓ હર હંમેશ ધાર્મિક કાર્યક્રમો યોજી હિન્દુ ધર્મ ની પરંપરા અનુસાર કાર્યકરો ધાર્મિક કાર્યક્રમો કરી ઉજવણી કરી ધન્યતા અનુભવી રહ્યા છે તેમજ ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી પરિવારો ને સાથે લઇને ચાલી ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે.
સાથેજ જ્યોતિબેન..મૂળ ભારતીય જેઓ ઓસ્ટ્રેલિયામાં જલારામ મંદિર સંચાલન નાં અગ્રણી તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે.અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વિશેષ વ્યવસ્થા અને હાજરી આપી હિન્દુ ધર્મને ઉજાગર કરવાનાં અનેક પ્રયત્નો કરી રહ્યા છે.ત્યારે ભારતીય અને મૂળ ગુજરાતીઓ દ્વારા આવા કાર્યકરો કરતા તેઓ ઓન ધન્યતા અનુભવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.