ગાંધીનગર, સંજીવ રાજપૂત: વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની યોજાયેલ ચિંતન શિબિર-૨૦૨૩માં મંત્રીશ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. મંત્રી ઋષિકેશ પટેલે વૈધાનિક અને સંસદીય વિભાગને રાજ્ય સરકારનું હાર્ટ અને બ્રેઇન જણાવીને આ વિભાગ દ્વારા મહત્વનું કાર્ય કરવામાં આવતું હોવાનું ઉમેર્યુ હતું.
કાયદો અને નિયમો બનાવવા, તેમાં સુધારા કરવા, મહત્વની જોગવાઇઓનો અભ્યાસ, પરામર્શ કરવું મહત્વના ભાષાંતરોનું મહત્વનું કામ કરીને આ વિભાગ સરકારની બેકબોન સમાન કાર્ય કરી રહ્યું છે.
કાયદાઓની અદ્યતન રીપ્રિન્ટ તૈયાર કરવી નવા કાયદાનું પુન:પ્રકાશન કરી સચિવાલયના સંબંધિત વિભાગોને મોકલવું તેમજ અન્ય રાજ્યોમાં અમલી કાયદાઓની વિગતો એકત્રીત કરીને તુલનાત્મક અભ્યાસ અને સંશોધન કરવા જેવી મહત્વની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવે છે તે નોંધનીય અને પ્રશંસનીય છે.
મંત્રીશ્રીએ વૈધાનિક અને સંસદીય વિભાગની કામગીરીની પ્રશંસા કરીને તેને બિરદાવી હતી. ગાંધીનગર ખાતેની આ ચિંતન શિબિરમાં વિભાગના મહત્વના આગામી પ્રોજેક્ટસ, તેમની મુશકેલીઓ અને પડકારોની વિગતવાત ચર્ચા કરવામાં આવી હતી.
આ ચિંતન શિબિરમાં મુખ્ય વક્તા તરીકે મોટીવેશનલ સ્પીકર વિશ્વાસ જાંબુ ઉપસ્થિત રહ્યાં હતા. શિબિરમાં વૈધાનિક અને સંસદીય બાબતોના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, સચિવ સર્વ સી. જે. ગોઠી અને કે.એમ.લાલા ઉપસ્થિત રહ્યાં હતા.