Breaking NewsLatest

SKIPS એમબીએ – એક ડિગ્રી જે તમને સ્પર્ધાત્મક ભવિષ્ય માટે તૈયાર કરે છે. વધુ જાણો આ વિશે..

અમદાવાદ: એમબીએ ડિગ્રીનું મહત્વ વર્ષોથી વધી રહ્યું છે. કારકિર્દીમાં ઉત્તમ દેખાવ તરફ ધ્યાન આપતા વ્યાવસાયિકો માટે આ ડિગ્રીએક પ્રકારનું રોકાણ બન્યું છે. નોકરીદાતાઓ આ ડિગ્રીને ખૂબ મૂલ્ય આપે છે. ૨૦૨૦ ના નિયોક્તા બજારની અનિશ્ચિતતા વચ્ચે પણ ૯% નોકરીદાતાઓએ એમબીએ ની ઉત્સુકતાથી ભરતી કરી છે. તેનું કારણછેકે આજના વ્યાવસાયિકો પોતાને કાલે સફળ વ્યવસાયી અગ્રણીઓમાં ફેરવી શકે છે જો કે,અસરકારક બિઝનેસ અગ્રણી બનવા માટે જરૂરી ચોક્કસ કુશળતા,સિદ્ધાંતો અને ક્ષમતાઓ સતત બદલાતી રહે છે. સંતકબીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝના સંચાલકોએ આજ અનુમાન લગાવ્યું હતું,જ્યારે તેઓએ આ સંસ્થાના અનોખા પીજીડીએમ કોર્સની રચના કરી હતી. SKIPS ના પીજીડીએમ ગ્રામનો મુખ્ય સિદ્ધાંત વ્યાવસાયિકોનો વિકાસ રહ્યોછે જેઓ હંમેશા બદલાતા વિશ્વના પડકારોનો સામનો કરી શકે.

અહીં ઉલ્લેખિત ત્રણ કુશળતાનો સમૂહ, જે SKIPSમાં વિકસાવવામાં આવે છે,અને ભવિષ્યમાં દરેક વ્યાવસાયિકોને તેની જરૂર પડશે.

૧.ડિજિટલસાક્ષરતા
ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન કાઉન્સિલ (GMAC) દ્વારા ૨૦૨૦ કોર્પોરેટ રિક્રૂટર્સ સર્વે અનુસાર, નિયોક્તાઓએવા એમબીએની માંગ કરે છે જે તકનીકી વિક્ષેપનો સામનો કરી શકે. તેથી,એમબીએના વિદ્યાર્થીઓ તમામ તકનીકી પરિવર્તન અંગે જાગૃત હોવા જોઈએ જે ઉદ્યોગોને ટકાવી શકે છે. મેલબોર્ન બિઝનેસ સ્કૂલના શૈક્ષણિક નિયામક ડો. નમ ટ્રન કહે છે, “તમારે તકનીકીમાં નિષ્ણાત બનવાની જરૂર નથી, પરંતુ તમારે ડિજિટલ સાક્ષરતાની જરૂર છે.નિષ્ણાતોને યોગ્ય પ્રશ્નો પૂછવા, અને તેમના આપેલ જવાબોને સમજી, મૂલ્યાંકન કરવા માટે તમારી પાસે પાયાની ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.” ડિજિટલ માર્કેટિંગ અને ડિજિટલ સાક્ષરતાનો ઉપયોગ કરીને સમજવાની અને કાર્ય કરવાની ક્ષમતાની અવિરત સમજએ. તે પડકારજનક વાતાવરણમાં અસરકાર કરી તે આગળ વધવા માટે SKIPSના વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારી રહ્યો છે.

૨.અનુકૂલનક્ષમતા
મહામારી પછીના યુગમાં,જોબમાર્કેટમાં રહેલી અનિશ્ચિતતાઓનો સામનો કરવા,નમટ્રન કહે છે- “અનુકૂલનશીલ રહેવું ખૂબજ મહત્વપૂર્ણ છે જે નવીનતા અને સમસ્યા ઉકેલી દેવાની પ્રક્રિયાઓને સરળ બનાવે છે, કોઈને ખાતરી નથી કે પાંચ-દસ વર્ષમાં જોબમાર્કેટ કેવું દેખાશે. સમસ્યાઓનો સામનો કરવા માટે તમારે અનન્ય અભિગમોની આવશ્યકતા છે.”
સુગમતાએ સફળતાની ચાવી છે. કારણકે, તે કટોકટી સંચાલન માટે આત્મવિશ્વાસ અને સફળતા પ્રદાન કરે છે. SKIPS પીજીડીએમ અભ્યાસક્રમમાં માળખાગત વિચારસર્ણી શામેલછે જે વિદ્યાર્થીઓ ને વ્યવસાય સંબંધિત સમસ્યાઓને ઓળખી હલ કરતા શીખવે છે. તે સર્જનાત્મકતા સાથે સમાધાન કર્યા વિના નવીનતાને તક આપે છે.
૩.સંકલન
ડો.નામે અગાઉ અવલોકન કર્યું હતું કે પરંપરાગત એમબીએ પ્રોગ્રામ્સની સંરચના વિદ્યાર્થીઓની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સાથે સાંકળવાની અને વ્યવસાયનો સાકલ્યવાદી દૃષ્ટિકોણ વિકસિત કરવાની ક્ષમતાને મર્યાદિત કરે છે. “વિદ્યાર્થીઓ કોઈ સમસ્યા લઈને આવશે અને પછી પૂછશે કે તેને એકાઉન્ટિંગ પરિપ્રેક્ષ્ય કે વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્યથી ઉકેલી શકાય? પણ વાસ્તવિક દુનિયામાં, ફક્ત વ્યવસાયિક દ્રષ્ટિકોણ છે, તમારે બધાપરિમાણો ધ્યાનમાં લઇ, એકંદરે શ્રેષ્ઠ શું છે તે નક્કી કરવું પડશે.”
ડો.નામ ઉમેરે છે કે, “એક બિઝનેસ અગ્રણીનેએ જાણવાની જરૂર છે કે કંપનીના તમામ મુખ્યપાસાં – એકાઉન્ટિંગ,માર્કેટિંગ,વ્યૂહરચના,માનવસંસાધનો- એક સાથે કેવી રીતે બંધ બેસે છે.” SKIPS એમબીએ વિદ્યાર્થીઓને વ્યવસાય વિશે સર્વગ્રાહી દૃષ્ટિકોણ આપે છે.
SKIPS માં પ્રવેશ માટે જીડીપીઆઈ ૬ એપ્રિલ, ૨૦૨૧ ના રોજ સુનિશ્ચિત થયેલ છે.

આ પ્રોગ્રામ્સ વિશે વધુ માહિતી અને વધુ સારા ભવિષ્ય તરફ લક્ષ્ય તાકવા માટે..એચટીટીપી:/skips.in/admissions પર લૉગ ઇન કરો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *