ઉપરોક્ત કારોબારી મિટિંગમાં, ગોપનાથ મંદિર, શિવકુંજ આશ્રમ જાળીયા શિવકુંજ આશ્રમ અધેવાડા, ના પરમ પૂજ્ય મહંતશ્રી સીતારામ બાપુ, ના આશીર્વાદ સાથે યોજાયેલ,
ઉપરોક્ત કારોબારી સમિતિની મીટીંગ ભાવનગર વિભાગ એસટી મજદૂરસંઘના અધ્યક્ષ શ્રી પ્રહલાદસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને,
અને ગુજરાત એસટી મજદુર મહાસંઘના અધ્યક્ષ શ્રી કનકસિંહજી ગોહિલ ની વિશેષ ઉપસ્થિતિ તેમજ મહાસંઘ ના મંત્રીશ્રી પ્રદિપસિંહજી ગોહીલ ના માર્ગદર્શનમાં યોજાયેલ, એજન્ડા મુજબની પ્રથમ સત્રની બેઠક બાદ બીજા સત્રમાં ભાવનગર વિભાગ ખાતેથી નિવૃત થયેલ સંગઠનના હોદ્દેદારોનું વિદાય સન્માન યોજાયેલ,
ત્યારબાદ ભાવનગર વિભાગના વિવિધ ડેપોના કર્મચારી મંડળના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ભારતીય મજદૂર સંઘની રીતી નીતિ અને વિચારધારાથી પ્રેરાય, મજદૂર સંઘમાં જોડાયા જેમને મજદૂરનો કેસરી ખેસ પહેરાવી, મહાસંગ અધ્યક્ષ શ્રી અને મહાસંગ મંત્રીશ્રી દ્વારા આવકારવામાં આવેલ, જેમાં નીચે મુજબના મુખ્ય હોદેદ્દાર આગેવાન શ્રીઓ મજદૂર સંઘમાં સામેલ થયા,
જેમાં સર્વ શ્રી ગોહિલવિજયસિંહ ડી, એટીઆઇ,
શ્રી સુધીરભાઈ કસોટીયા, એટીઆઇ, શ્રી મહેબુબભાઈ બાવળિયા, એટીઆઇ,શ્રી પ્રવીણભાઈ વાસીયા, તળાજા ડેપો,શ્રી હરેશભાઈ બતાડા, ભાવનગર ડેપો,શ્રી હરેશભાઈ જળેલા, ભાવનગર ડેપો,શ્રી હરપાલસિંહ પરમાર, ભાવનગર ડેપો,શ્રી કૌશિકભાઈ મોરી, ભાવનગર ડેપો, સહીત નાં આગેવાનો અસંખ્ય ટેકેદારો સાથે કર્મચારી મંડળ,(ઇન્ટુક) ને રામરામ કરી ભારતીય મજદૂરસંઘ મા વિધિવત જોડાયેલ,
તમામ મિત્રો નું એસટી મજદૂર મહાસંઘ અધ્યક્ષ શ્રી કનકસિંહ ગોહીલ, વિભાગ કાર્યકારી પ્રમુખ શ્રી સુનીલભાઈ રાણપુરા, બાબુભાઈ તલસાણીયા,વિભાગ મહામંત્રી દીલજીતસિંહ જાડેજા, વિભાગ સંગઠન મંત્રી શ્રી દિલીપભાઈ શીયાળ, તેમજ વિભાગ ની કરોબારી,
દ્વારા આવકારવામાં આવ્યા અને સંત શ્રી સિતારામ બાપુ એ સૌને આશીર્વાદ આપ્યા,