Latest

અંબાજી એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન યોજાયુ

આજરોજ અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજનાં સહયોગ થકી સરકાર શ્રી નાં સ્વચ્છતા અભિગમ થકી પાલનપુર વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ સઘન સફાઈ અભિયાન નાં ભાગરૂપે પાલનપુર વિભાગીય નિયામક શ્રી નાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ સ્વચ્છતા ની નાટિકા નો કાર્યક્રમ કરવામાં આવ્યો

ત્યાર બાદ સફાઈ નાં સપથ લેવાં માં વાયા જેમાં મોટી સંખ્યામાં કોલેજ નાં વિદ્યાર્થી મિત્રો કોલેજ નાં પ્રિન્સિપાલ સાહેબ શ્રી પટેલ સાહેબ, NSS અધ્યાપક શ્રી પ્રવીણભાઈ સાહેબ અને સ્ટાફ નાં તમામ પ્રાધ્યાપક મિત્રો એ નિહાળ્યો, વખાણ્યો અને પાલનપુર વિભાગ, એસ.ટી નિગમનાં આ નવીન અભિગમ નો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો અને ભવિષ્ય માં પણ આવા કાર્યક્રમો થાય એ માટે આગ્રહ કર્યો હતો

અને સફાઈ બાબત નું સુંદર નાટક કોલેજ ખાતે કરવા બદલ અંબાજી એસ.ટી ડેપો મેનેજર રઘુવીરસિંહ નો પણ ખૂબ આભાર વ્યકત કર્યો ત્યાર બાદ સફાઈ નાટિકા નો સુંદર કાર્યક્રમ લોક જાગૃતિ માટે અંબાજી બસ સ્ટેશન ખાતે પણ કરવા માં આવ્યો જેને મુસાફર જનતા એ બહોળી સંખ્યામાં હાજર રહી નિહાળ્યો અને સ્વચ્છતા રાખવાના સપથ પણ લીધા અને એક સુંદર સફાઈ જાગૃતતા નો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *