Latest

સુરત લાલગેટ વિસ્તારમાં ક્રૂર હત્યા નો બનાવ સામે આવ્યો

સુરતના લાલગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટના નજીકના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ત્યારે ક્રૂરતાપૂર્વકની હત્યાના સીસીટીવીનાં દૃશ્યો સામે આવ્યાં છે. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરતના લાલગેટ ખાતે આવેલા લીમડા ચોક વિસ્તારના મુખ્ય રાજમાર્ગ પર એક ભિક્ષુકની લાકડાના ફટકા મારી હત્યા કરી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે અંદાજે બેથી ચાર વાગ્યાના સમય દરમિયાન ફૂટપાથ પર રહેતા ભિક્ષુકને અન્ય કોઈ ફૂટપાથ પર રહેતા યુવકે લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.

મૃતક ભિક્ષુક રસ્તા પર ખુલ્લેઆમ જઈ રહ્યો હતો એ દરમિયાન તેને માથાના ભાગે લાકડાના ઉપરાછાપરી 4થી5 લાકડાના ફટકા મારી ઘટનાસ્થળે જ મોત ઘાટ ઉતારી દીધો હતો.મારનાર હત્યા કરી બિનધાસ્ત રીતે ત્યાંથી ચાલ્યો ગયો હતો.

ભિક્ષુકની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.ઘટનાની જાણ વહેલી સવારે પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફૂટપાથ પર રહેતો હોવાથી મરનારની ઓળખ થઈ શકી નથી. જેથી પોલીસ તેની ઓળખ કરી રહી છે.હાલ તો લાલગેટ પોલીસે હત્યાના સીસીટીવીને આધારે આગળની તપાસ શરૂ કરી છે

સુરત લાલગેટ વિસ્તારમાં ક્રૂર હત્યા નો બનાવ સામે આવ્યો …

હત્યારા એ લાકડા ના ફટકા મારી ને યુવક ની હત્યા કરી નાખી …

સમગ્ર ક્રૂર અને લોકો ને હિચકારી મચાવી દેય તેવા હત્યા ના સીસીટીવી સામે આવ્યા …

હત્યા બાદ હત્યારો ફરાર થઈ ગયો…

લાલગેટ પોલીસ એ હત્યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી …

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *