સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત ના જરુરી માર્ગદર્શન અને સુચનાથી જીલ્લામાં ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરેલ આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લામાં ખેતી આધારિત આજીવીકા રોજીરોટી મેળવવા પરપ્રાંતીય મજુરો આવતા હોય છે
ગામના પ્રથમ નાગરીક સરપંચ દ્વારા દરેક મુમેન્ટ સહિત મજુરી અર્થે આવક જાવક કરતા લોકો ઉપર નજર બની રહે આ ઉપરાંત થોડાક સમયમા મજુરી કામ અર્થે આવેલ લોકો ગુનાહો ને અંજામ આપી જતા રહેવાના ધણા બનાવો બનેલ , નાસતા ફરતા આરોપીઓ , ગુનાહીત પ્રવૃત્તિઓ કરતા આરોપીની ગુનાહીત પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા તમામનો ડેટા , સીસીટીવી કેમેરા સહિત ની ચોક્કસાઇ કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્રારા સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત , સી.પી મુધવા , નાયબ પોલીસ અધિક્ષક એચ.પી દોશી , વિ.વિ ત્રિવેદી તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી ઈસ્પેકટર સહિત જરુરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ
સુરક્ષા સેતુ સોસાયટી આયોજીત મારું ગામ સલામતી ગામ કાર્યક્રમ અંતર્ગત સેમીનાર યોજાયો હતો આ સેમિનારમાં જીલ્લાના ધ્રાંગધ્રા , પાટડી , દસાડા , ઝીંઝુવાડા , બજાણા સહિત પોલીસ મથક વિસ્તારના 153 ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આ સેમીનાર તમામ લોકોની માહિતી કેવી રીતે એકઠી કરવી તે અંગે માર્ગદર્શન સાથે તમામ સરપંચો દીઠ એક એક સરપંચોને 50 માહીતી ફોર્મ આપવામાં આવ્યા હતા
આ ઉપરાંત ગામના સ્વભંડોળ એકઠું કરી ગામના તમામ પ્રવેશ દ્વારો ઉપર સીસીટીવી કેમેરા થી સજ્જ કરવા જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્રારા ગ્રામ પંચાયતના સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા