માં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અને જિલ્લા એપેડેમીક અધિકારી સાહેબ શ્રી ની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી દાંતા ડો.કિરણ ગમાર ના માર્ગદર્શન હેઠળ દાંતા તાલુકામાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી જગ્યાઓ પર જઈ આરોગ્ય વિભાગની ટીમ એ તમાકુ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી
જેમાં દાતા ખાતે આરોગ્ય સ્ટાફ તથા પોલીસ સ્ટાફને સાથે રાખી COTPAની કામગીરી કરાઇ હતી જે અંતર્ગત અલગ અલગ સ્થાનોની તપાસ દરમિયાન કલમ 6 અંતર્ગત 45 કેસ કરવામાં આવ્યા હતા.
કલમ-૬(અ)અન્વયે ૧૮વર્ષથી નીચેની વયની વ્યકતીઓને તમાકુ કે તમાકુ ની બનાવટ વેચવા કે આપવા પર પ્રતિબંધ છે તેમજ ૧૮વર્ષથી નીચેની વયની વ્યકતીઓને તમાકુનુ વેચાણ કે ખરીદવા પર પ્રતિબંધ છે(દંડનીય અપરાધ છે)જે બોર્ડ પાન પાર્લર કે દુકાનમાં દર્શાવ્યા ન હતા તેવા પાનના ગલ્લા તેમજ પાર્લર ઉપર 4620 રૂપિયા દંડ કરાયો હતો
અંબાજી પ્રહલાદ પૂજારી