સુરત, સંજીવ રાજપૂત: આપણી સંસ્કૃતિએ નદીને માતાની ઉપમા આપી છે. સુરતની જીવાદોરી અને પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન તાપી નદીના શુદ્ધિકરણ માટે રાજ્ય સરકારે તબક્કાવાર કામગીરી હાથ ધરી છે,
ત્યારે “તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ” અંતર્ગત અંદાજે 258.01 કરોડના ખર્ચે ભરથાણા ટીપી વિસ્તાર, કઠોર, ધોરણ પારડી, કરજણ વિસ્તાર માટે તેમજ અંદાજે 354.33 કરોડના ખર્ચે કોળી ભરથાણા, ડુંગરા, ખોલેશ્વર, નનસાડ, દેરોડ, કામરેજ, વાવ ગામ, નવાગામ, ખોલવડ ટીપી વિસ્તાર, ખોલવડ ગામ, વાવ ટીપી વિસ્તાર, નવાગામ, લસકાણા, પાસોદરા વિસ્તાર માટે ચાલી રહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએજ પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ નેટવર્ક, રાઇઝિંગ મેઇન સહિત વ્યાપક ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
આ પ્રોજેકટ પૂરો થતાં તાપી નદીમાં જુદા જુદા આઉટલેટસ તથા ખાડીઓ મારફતે ભળતુ અશુદ્ધ પાણી બંધ થશે; નદીના રો-વોટરની ગુણવત્તામાં સુધારો થશે. જે જળસૃષ્ટિ માટે આશીર્વાદરૂપ રહેશે.
નાગરિકોને પુરા પાડવામાં આવતા પીવાના પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા પણ સરળ બનશે. એટલું જ નહિ નદીને અસરકર્તા ગામો તથા નગરો અને વસાહતોને સુગઠિત ડ્રેનેજ વ્યવસ્થાનો લાભ મળશે.