મહીસાગર જિલ્લાના પત્રકારો નો 10 લાખ નો અકસ્માત વીમો સંગઠન દ્વારા લેવા થઈ ચર્ચા.

વહેલી તકે નાના મોટા ના ભેદભાવ વિના ડોક્યુમેન્ટ એકત્ર કરવા પ્રદેશ અધ્યક્ષ નું માર્ગદર્શન..

મહીસાગર જિલ્લાના પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા કારોબારી ના હોદ્દેદારો તેમજ ઝોન પ્રભારી,પ્રદેશ હોદ્દેદારો અને મહિલા વિંગ હોદ્દેદારો ની હાજરી માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના નેતૃત્વમાં લુણાવાડા સર્કિટ હાઉસ ના હોલમાં મળી હતી.

જેમાં દરેક પત્રકારો ને દસ લાખનો વીમો સંગઠન દ્વારા લેવા નિર્ણય થયેલ હોય તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ તેમજ વીમા સ્કીમ ના લાભ અને ફાયદા વિશે માર્ગદર્શન આપી ટૂંક સમયમાં મહીસાગર જીલ્લામાં સંગઠન દ્વારા જિલ્લા અધિવેશન યોજવા પણ ચર્ચા વિચારણા કરી હતી.


સમગ્ર જિલ્લાના પત્રકારોના ડોક્યુમેન્ટ્સ એકઠા કરવા હાંકલ કરી હતી. તેમજ સદસ્ય પદ ના ફોર્મ ભરવા પણ જરૂરી માર્ગદર્શન કરવામાં આવ્યું.
મહીસાગર જિલ્લા અધ્યક્ષ શ્રી મયંકભાઇ જોષી ની ટીમ ખૂબ મજબૂત હોવાથી આગામી કાર્યક્રમો વહેલી તકે સફળ રીતે પૂર્ણ કરવા કમિટમેન્ટ કર્યું હતું.
















