ઉના તાલુકો એ છેવાડાનો સાથી મોટો તાલુકો છે.ત્યારે સરકારશ્રી દ્વારા સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ જાહેર કરવામાં આવી હતી. સી.એચ.સી. ૧૦૦ પથારીની સુવિધા ધરાવતી પેટા જીલ્લા હોસ્પીટલ માં અપગ્રેડ કરવા હોસ્પટલ ના હયાત મકાનનું ફનિયર્સ- ફીકચર્સ સહીત વિસ્તરણ કરવા અત્યાર સુધીમાં કુલ ૧૨૦૦.૦૦ લાખ ની ગ્રાંટ આરોગ્ય વિભાગ દ્વારા પી.આઈ.યુ.ને હવાલે કરવામાં આવી છે.
ઉના ગામ ના સર્વે નં.૪રર ની હે.૩૩-૭૯-૧૪ ચો.મીટર જમીન માંથી હે.૫-૦૦-૦૦ ચો.મી. જમીન પેટા જિલ્લા હોસ્પીટલ તેમજ અન્ય ફેસેલીટી (૧૦૦ બેડ) બનાવવા માટે કલેકટરશ્રી ગીર સોમનાથ દ્વારા જમીન સંપાદન કરવામાં આવેલ છે.
સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ બાબતે ગ્રાંટ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે અને જમીન સંપાદન પણ કરી આપવામાં આવેલ છે. ત્યારે વહેલી તકે નવીન સબ ડીસ્ટ્રીક હોસ્પીટલનું બાંધકામ શરુ કરવામાં આવે તેવી અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા એ માંગ ભુપેન્દ્રભાઈ પટેલ , માન.મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય, ગાંધીનગર અને રૂષીકેશભાઈ પટેલ, મંત્રીશ્રી આરોગ્ય અને પરીવાર કલ્યાણ, ગાંધીનગર અને પી.આઇ.યું.ગાંધીનગર ને પત્ર લખી માંગ કરી છે.
આ છેવાડાના વિસ્તારના લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે વહેલી તકે સબ હોસ્પિટલ નું બાંધકામ શરુ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રસિક ચાવડા દ્વારા કરવામાં આવી છે.