મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કર્ષ થઈ રહ્યો છે જેમાં રાજ્યમાં આવેલ સ્વૈક્ષિક સંસ્થાઓ પણ સરકારના કન્યા કેળવણીના નૂતન અભિગમને સાકાર કરવા કાર્યક્રમો કરતી હોય છે.
મહિલાઓના કલ્યાણ માટે શ્રીમતી અંજના પરમારના અધ્યક્ષ સ્થાને ગથિત અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલ જરૂરિયાતમંદ દીકરીઓને સરકારની વિવિધ વિભાગોની યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોના સેટ આપવામાં આવ્યા હતા.
અપરાજિતા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રીમતી અંજના પરમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે સરકારની લોક ભાગીદારી વિકાસ યોજનાના સ્વરૂપે આજે મહિલાઓ અવકાશ સુધી પહોંચી છે એવા સમયે સ્વૈક્ષિક સંસ્થાઓનું પણ સરકારાના વિકાસના મહાયજ્ઞમાં બહુ મૂલ્ય યોગદાન રહેલું છે . અપરાજિતા ટ્રસ્ટ સરકારના આ નૂતન અભિગમને આગળ વધારવા માટે હર હંમેશ કટિબદ્ધ રહ્યું છે.
આ પ્રસંગે પુસ્તકો મેળવી આનંદિત થયેલ દીકરીઓએ અપરાજિતા ટ્રસ્ટના સર્વે પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા પરિવારની આર્થિક મુશ્કેલીઓના કારણે અને યોગ્ય માર્ગદર્શનના અભાવે સ્પર્ધાત્મક પરીક્ષાઓથી વંચિત હતા આજે જ્યારે અપરાજિતા ટ્રસ્ટના પદાધિકારીઓએ અમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી સરકારી નોકરી મેળવવાનું માર્ગદર્શન આપ્યું તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તક સેટ થકી અમે સરકારમાં વહેલી તકે સારા માર્કસથી પાસ થઈને સરકારી નોકરી મેળવીને અમે આર્થિક રીતે પગભર બનીને કુટુંબ અને અમારા જેવી જ જરૂરિયાતમંદ બહેનોને આગામી સમયમાં મદદરૂપ થઇશુ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના પદાધિકારીઓ સર્વ શ્રીમતી મીનાબેન, ઉષાબેન, સુશીલાબેન, લત્તાબેન, વર્ષાબેન, સુરેખાબેન, ભગવતીબેન જાદવ, રમીલાબેન, વસંતીબેન, સાગરબેન, સપનાબેન ઉપરાંત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.