Latest

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ અમદાવાદમાં ‘હિન્દુ આધ્યાત્મિક ઔર સેવા મેળા’નું ઉદઘાટન કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતનાં અમદાવાદમાં હિન્દુ અધ્યાત્મિક ઔર સેવા મેળાનું ઉદઘાટન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોતાનાં સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ હિંદુ અધ્યાત્મિક ઔર સેવા મેળાનાં મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો, જેણે એક જ મંચ પર 200થી વધારે સેવા સંસ્થાને એકમંચ પર લાવી હતી. તેમણે નોંધ્યું હતું કે અસંખ્ય આક્રમણો અને લાંબા ગાળાની ગુલામી છતાં, તે કુટુંબની સંસ્થા અને તેના ભારતીય હિન્દુ મૂલ્યો છે જેણે કુટુંબના એકમને જાળવવાનું કામ કર્યું હતું. તેમણે આ પારિવારિક મૂલ્યોના વિકાસ, જાળવણી અને પ્રોત્સાહનમાં મેળાની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

અમિત શાહે જણાવ્યું હતું કે અહલ્યાબાઈ હોલકરને સમર્પિત આ મેળામાં તેમના જીવન અને સિદ્ધિઓને સમર્પિત એક સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અહિલ્યાબાઈ તે સમયનાં અંધકારમાં ચમકતી વીજળી જેવા હતા, જેમણે સમગ્ર જીવન દરમિયાન દેશભરનાં મુસ્લિમો દ્વારા નાશ પામેલા 280થી વધુ ધાર્મિક સ્થળોને પુનઃસ્થાપિત કરવા માટે કામ કર્યું હતું. શાહે જણાવ્યું હતું કે, અહલ્યાબાઈની 300મી વર્ષગાંઠની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે અને આવી સ્થિતિમાં આ મેળામાં અહલ્યાબાઈ વિશે જે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે તે ગુજરાતનાં યુવાનો અને મહિલાઓ માટે ખૂબ જ માહિતીપ્રદ સાબિત થશે.

વધુમાં શાહે જણાવ્યું હતું કે, મેળામાં શહેરી મુલાકાતીઓને આદિવાસી જીવનશૈલીની ઝાંખી કરાવતા સ્ટોલની સુવિધા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આ મેળામાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ યોજાશે, જેમાં સાત હવન કુંડમાં સતત યજ્ઞ, ગાયત્રી મહા યજ્ઞ અને પરંપરાગત ભારતીય રમતોને પુનર્જીવિત કરવાનાં પ્રયાસો સામેલ છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રયાગરાજમાં આ દિવસોમાં મહાકુંભ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, પ્રયાગરાજમાં 144 વર્ષ પછી યોજાઈ રહેલા શુભ સમયે યોજાઈ રહેલા મહાકુંભને આખું વિશ્વ વિસ્મયથી જોઈ રહ્યું છે. કુંભ એક એવી ઘટના છે જ્યાં લાખો લોકો ગ્રહો અને નક્ષત્રોની ગોઠવણી થતાંની સાથે જ એક જગ્યાએ એકઠા થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારનો મોટા પાયાનો કાર્યક્રમ માત્ર સરકારી વ્યવસ્થાનાં આધારે યોજવામાં આવતો નથી, પરંતુ અસંખ્ય ધાર્મિક સંસ્થાઓ લાખો લોકો માટે રહેવા અને અન્ય વ્યવસ્થા કરવા માટે એકસાથે આવે છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, કુંભની આ નોંધપાત્ર વ્યવસ્થા હજારો વર્ષોથી અવિરતપણે ચાલુ છે, જ્યાં લાખો લોકો એકઠા થાય છે. તેમણે ગુજરાતની જનતાને અનુરોધ કર્યો હતો કે, તેઓ મહાકુંભની મુલાકાત અવશ્ય લે, કારણ કે જીવનમાં આવી શુભ તકો ભાગ્યે જ જોવા મળે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે કુંભથી મોટી દુનિયામાં સંવાદિતા અને એકતાનો સંદેશ કોઈ નથી. તેમણે કહ્યું કે કુંભ દરમિયાન કોઈને પણ તેમની જાતિ, ધર્મ કે સમુદાય વિશે પૂછવામાં આવતું નથી. જે પણ ત્યાં જાય છે, સંતો અને સેવાકીય સંસ્થાઓ તેને ભોજન પૂરું પાડે છે. ત્યાં જનાર દરેક વ્યક્તિ ગંગામાં ડૂબકી લગાવી પુણ્યને જાગૃત કરી પોતાની જાતને શુદ્ધ કરીને પોતાના ઘરે પરત જાય છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, હિંદુ અધ્યાત્મિક મેળા મારફતે લાંબા સમયથી કુટુંબ, ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓનાં જતન અને પ્રોત્સાહન માટે અસાધારણ વ્યવસ્થા ઊભી થઈ છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષથી દેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં દાયકાઓથી વિલંબિત ઘણાં કાર્યો કેન્દ્ર સરકારે છેલ્લાં 10 વર્ષમાં પૂર્ણ કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી, રામ લલ્લાનો વનવાસ પૂર્ણ થયો અને અયોધ્યામાં સદીઓ પછી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું, કાશી વિશ્વનાથ કોરિડોર બનાવવામાં આવ્યો, સોમનાથ મંદિર સોનાનું બનાવવામાં આવી રહ્યું છે અને ત્રણ તલાકને નાબૂદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આઝાદી પછીનાં સાત દાયકા સુધી ઘણાં એવાં કાર્યો હતાં, જે કરવાની કોઈની હિંમત નહોતી. પરંતુ હવે, ભારત તે કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ છે અને સંપૂર્ણ ગર્વ અને સન્માન સાથે વિશ્વની સાથે ઉભું છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, વિશ્વનાં 170 દેશો યોગનો પ્રચાર કરે છે અને તેના ઉપદેશોને સ્વીકારે છે. તેમણે કહ્યું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ભારતની ભાષાઓ અને ધર્મોને સમૃદ્ધ કર્યા છે. તેમણે કહ્યું કે, તેઓ ગુલામીનાં સમયમાં ભારતમાંથી ચોરાયેલા દેવી-દેવતાઓની 350થી વધુ મૂર્તિઓને પરત લાવવામાં સફળ રહ્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકાર ભારતની સંસ્કૃતિને દુનિયા સુધી લઈ ગઈ છે અને આ દિશામાં કામ કાર્યકાળ દરમિયાન પણ ચાલુ રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ 1857થી 1947 સુધી ચાલેલાં 90 વર્ષનાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં માર્ગદર્શક સિતારા છે. નેતાજીએ પોતાનું આખું જીવન દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું. વિશ્વની આઝાદીની ચળવળનાં ઇતિહાસમાં નેતાજીને આઝાદ હિંદ ફૌજની રચના કરવા માટે અને રાષ્ટ્રને સ્વતંત્રતા તરફ દોરી જવા માટે અનેક દેશોનો પ્રવાસ કરીને ભારતને મુક્ત બનાવવાનાં તેમના પ્રયત્નો માટે વિશ્વ દ્વારા હંમેશા યાદ કરવામાં આવશે. શાહે વધુમાં જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતની યુવા પેઢી માટે માર્ગદર્શક બની રહેશે અને તેમને દેશભક્તિ, ચારિત્ર્ય અને સમર્પણ જેવા ગુણો શીખવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 576

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *