રિપોર્ટ અમિત પટેલ અંબાજી
ગુજરાત માં વધી રહેલા હિટ એન્ડ રન ના કેસ ને લીધે તંત્ર એક્શન માં…..
આજ થી એક માસ સુધી ડ્રાઈવિંગ લાઇસન્સ, હેલ્મેટ ,આર.સી બુક વગર ફરનાર ના વાહનો ડીટેઈન કરાશે……
અંબાજી ખાતે શરૂ કરાઇ સેફ્ટી ડ્રાઇવ……
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ પોલીસ દ્વારા સેફ્ટી ડ્રાઇવ ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ડ્રાઇવ ના પહેલા જ દિવસે ચેકીંગ દરમિયાન દસ્તાવેજ વગર વાહન ચલાવતા ૭ લોકોના વાહન ડીટેઈન કરાયા હતા જ્યારે ૩૫ ચાલકો ને એન.સી આપવામાં આવી હતી.
રસ્તે નીકળતા ટુ – વ્હીલર , ફોર વ્હીલર વાહનો ના વાહન ચાલકો દ્વારા બેફામ ડ્રાઈવિંગ ને લીધે હેરાન થતી આમ જનતા ના હિત ને ધ્યાન માં રાખી ને વાહન લઇ ને નીકળતા વાહનચાલકો ના લાઇસન્સ , હેલ્મેટ , આર સી બુક તેમજ ઇન્શ્યોરન્સ વગેરે ની પૂરતી ચકાસણી કરવામાં આવશે.જો વાહન ચાલક પાસે ઉપરોક્ત જરૂરી ડોક્યુમેન્ટ્સ નહિ હોય તો તાત્કાલિક સ્થળ પર જ વાહન ને ડીટેઇન કરવામાં આવશે તેમજ વાહન ચાલકો પર સખત કાર્યવાહી કરવમાં આવશે.
ગુજરાત માં છેલ્લા ૧ અઠવાડિયા ની અંદર અમદાવાદ માં બનેલ ૨ જીવલેણ ઘટનાઓ ને જોતા યુવાનોમાં હોલિવુડ પિકચરો ની જેમ સ્ટંટ કરવાની ઉગ્ર માનસિકતા ને લીધે દેખા દેખી માં કરતા સ્ટંટ કોઈક ના જીવન નો દીપ ઓલવી કઈ કેટલાય ના જીવ માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે ત્યારે રસ્તા ને રેસિંગ ટ્રેક સમજી સ્ટંટ કરતા આવા નબીરાઓ અનેં અન્ય આવી હરકતો કરતા લોકો માટે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે.
ગુજરાત ના ડી.જી.પી.વિકાસ સહાય દ્વારા અપાયેલ આદેશ મુજબ આજ થી સમગ્ર ગુજરાત માં રોડ સેફ્ટી ડ્રાઇવ ની શરૂઆત કરવમાં આવી છે.જેમાં બેફામ ગાડી ચાલકો અને જરૂરી દસ્તાવેજ વગર વાહન લઇ ને ફરતાં વાહન ચાલક પર કાર્યવાહી તેમજ વાહન ડી ટે ઈન કરવાની કાર્યવાહી કરવામાં આવશે. પાછલા દિવસો માં બનેલ કરુણાંતિકા ને જોતા ગૃહ મંત્રી દ્વારા જાહેરાત કરાઈ હતી કે રસ્તા પર સ્ટંટ કરનાર પર સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, માટે દારૂ કે અન્ય નશા કરી કે ઘર ની રસ્તો સમજી બેફામ ડ્રાઈવિંગ કરનાર લોકો ની હવે ખૈર નથી.