Latest

અકસ્માત મૃત્યુમાં 20 લાખનો વીમો ચૂકવતી વલભીપુર SBI

 

વલ્લભીપુર:
વલભીપુર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેનો 67મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. બે વર્ષ પૂર્વે અકસ્માતમાં મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારને 20 લાખના અકસ્માત વીમા રાશિનો ચેક અર્પણ કરાયો હતો.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના 67માં જન્મદિવસ નિમિત્તે એક શિક્ષકના પરિવારને 20 લાખ રૂપિયાની વીમા રાશિનો ચેક બેંકમાં આમંત્રણ આપીને અર્પણ કરવામાં આવ્યો હતો. વલભીપુર તાલુકાના નવાગામ ગાયકવાડી ગામે રહેતા અરુણ ભારથી શંભુભારથી ગોસ્વામીનું બે વર્ષ અગાઉ પાટણા નજીક અકસ્માતમાં સ્થળ પર જ મૃત્યુ થયું હતું. વ્યવસાયે શિક્ષક એવા અરુણભારથીએ એસબીઆઇ બ્રાન્ચમાં 1000 રૂપિયાનો વીમો ઉતરાવ્યો હતો ત્યારે તેના પરિવાર તેમજ મૃતકની પત્નીને એસબીઆઈએ નિમંત્રીને રૂપિયા 20 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.


વલ્લભીપુર એસ.બી.આઈ.ના મેનેજરે તમામ લોકોને વીમાનું સુરક્ષા કવચ લેવા આ તકે અપીલ કરી હતી.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *