આજ રોજ ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૩ ૭૭ માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે વંથલી બાર એસોસીએશન દ્વારા ધ્વજવંદન તથા દેશ ભક્તિ ગીત નો એક કાર્યક્રમ એડીશનલ ડીસ્ટ્રીક્ટ કોર્ટ એન્ડ પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટ વંથલી ખાતે મુખ્ય મહાનુભાવો એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી જૈન સાહેબ તથા સિનિયર સિવિલ જજ શ્રી શેખ સાહેબ તથા જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી મેમણ સાહેબ તથા એ.જી.પી. શ્રી જયકિશનભાઈ દેવાણી તથા એ.જી.પી. મુકતાબેન વાઘેલા મેડમ તથા એ.પી.પી. કલ્પાબેન ટાંક મેડમ
તથા વંથલી બાર એસોસીએશન ના પ્રમુખ એડવોકેટ શ્રી જી.બી. સાપરા સાહેબ તથા ઉપપ્રમુખ એડવોકેટ શ્રી હિતેશભાઈ જાદવ સાહેબ સેક્રેટરી એડવોકેટ શ્રી એમ. બી. શર્મા સાહેબ તથા ખજાનચી એડવોકેટ શ્રી જે.એચ. વાણવી સાહેબ તથા સિનિયર એડવોકેટ શ્રી એન.એચ. શિંગાલા સાહેબ તથા સિનિયર એડવોકેટ શ્રી મનિષાબેન સાદીયા મેડમ તથા જુનાગઢ બાર એસોસીએશન ના પ્રમુખ એડવોકેટ શ્રી ભાવેશભાઈ ઝીંઝુવાડીયા સાહેબ
તથા પૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ શ્રી દિપેદ્વાભાઈ યાદવ સાહેબ તથા વંથલી બાર એસોસીએશન ના તમામ એડવોકેટ શ્રીઓ સ્ટાફ સભ્યો દ્વારા વંથલી કોર્ટ ખાતે સવારે દસ વાગ્યે ધ્વજવંદન કરી ત્યાર બાદ જુનાગઢ ના કલાકારો સીંગર જીતેન્દ્ર રાનેરા પ્રસ્તુત સાથી કલાકારો સીંગર દિપક કટારીયા અને સીંગર વિણાબેન ભરડવા દ્વારા કેવીન પટેલ સાઉન્ડ ના સથવારે દેશ ભક્તિ ગીતો ની જોરદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી
અને સમગ્ર કોર્ટ સંકુલમાં દેશ ભક્તિમય માહોલ સર્જાયો હતો જેમા દેશ ભક્તિ ગીતો ઉપર જજ સાહેબો અને વકિલ શ્રીઓ રાષ્ટ્ર ધ્વજ તિરંગા સાથે ઝુમી ઉઠયા હતા આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વંથલી બાર એસોસીએશનને ખુબ જહેમત ઉઠાવી હતી.