Latest

ગારીયાધાર તાલુકામાં વિદ્યા ભારતી આશ્રમશાળા ખાતે બાળકોને ફ્રી મા ગણવેશ વિતરણ કરાયો

ગારિયાધાર તાલુકા વિસ્તારમાં પાલીતાણા રોડ પર સમાજ સમતા યુવક સંઘ દ્વારા સંચાલિત વિદ્યા ભારતીય આશ્રમશાળા ખાતે પ્રમુખ મોહનભાઈ બોરીસાના જન્મદિવસ નિમિત્તે બાળકોને ફ્રીમાં ગણવેશ વિતરણ કરવામાં આવ્યો હતો જેમાં સામાજિક અગ્રણીઓ બહોળા પ્રમાણમાં હાજરી આપી હતી

આ તકે વિદ્યા ભારતીય આશ્રમ શાળા ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયુ હતું . જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને દરેક મહેમાનને પુષ્પા હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેની સાથે બાળકોને પણ પુષ્પહાર કરાયો હતો .

પ્રમુખ મોહનભાઇ બોરીસા, માજી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ બાબુભાઇ મકવાણા સહિત જયંતિ ભાઈ નૈયા,ડાયા ભાઈ રાઠોડ,બાબુભાઇ બોરીસા, ધીરુભાઈ ભોજ,ગીરીશભાઈ બાબરીયા ,સુરેશભાઈ જામાલીયા ,રાજુભાઇ ,કિશોરભાઈએ હાજરી આપી હતી .

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *