વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે આણંદ જિલ્લાના
આસોદર, વાસણા અને સુણાવ ગામોમાં પરિભ્રમણ કરશે
આણંદ, સોમવાર:: વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી ગ્રામજનોને ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમના ગામ ખાતેથી જ આપવામાં આવી રહ્યા છે.
રાજ્યના તમામ નાગરિકો સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવી શકે તે માટે આ યાત્રા પ્રતિદિન જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે.
આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને નાગરિકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. આજે તા. ૦૨/૦૧/૨૦૨૪ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેના ૩૪ માં દિવસમાં પ્રવેશ કરી રહી છે
ત્યારે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આણંદ જિલ્લાના ત્રણ ગામોએ પહોંચશે. જેમાં આંકલાવ તાલુકાના આસોદર ગામે, બોરસદ તાલુકાના વાસણા ગામે અને પેટલાદ તાલુકાના સુણાવ ગામે વિકસિત ભારત યાત્રાનો રથ પહોંચશે.
ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં તા. ૩૦/૧૧/૨૦૨૩થી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યો છે. જેના માધ્યમથી ગ્રામજનોને ગામો ખાતે જ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ વિવિધ લાભાર્થીઓને યોજનાના લાભ પણ મળી રહ્યાં છે.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ