અમદાવાદ, સંજીવ રાજપૂત: વર્લ્ડ ડ્રોપ રો બોલ, ભારતની સ્વદેશી રમત, હવે આંતરરાષ્ટ્રીય મંચ પર તેની આગવી છાપ ઊભી કરી રહી છે. હરિયાણાના ઈશ્વર સિંઘ આચાર્ય દ્વારા વર્ષ 2008 માં શરૂ કરાયેલ, આ સ્વદેશી રમત તેની સાદગી, સસ્તા સાધનો અને ફિટનેસને પ્રોત્સાહન આપતી પ્રકૃતિને કારણે વધુને વધુ લોકપ્રિય બની રહી છે. તે અખિલ ભારતીય આંતર યુનિવર્સિટી સ્પર્ધાઓ સહિત વિશ્વના ઘણા બધા દેશોમાં રમાય છે.
ડ્રોપ રો બોલના વૈશ્વિક વિકાસ માટે રચાયેલ ” વર્લ્ડ ડ્રોપ રોબોલ ફેડરેશન ” ને મળેલ વૈશ્વિક મિટિંગમાં સર્વાનુમતે અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તારના લોકપ્રિય પ્રભાવશાળી પ્રજા વસ્તલ પૂર્વ સાંસદ અને સમાજ સેવાના પ્રતિક, સ્વદેશી રમતોને હર હંમેશ આગળ ધપાવા માટે સતત પ્રયત્નશીલ રહેતા ડો.કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
આ ઐતિહાસિક જાહેરાત અંગેની માહિતી ઈન્ડિયન ડ્રોપ રોબોલ ફેડરેશન ઈન્ડિયાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અરુણ કુમારે આપી હતી. તેમણે કહ્યું હતું કે, “ડો. કિરીટ ભાઈ સોલંકીના નેતૃત્વમાં આ ભારતીય સ્વદેશી રમત આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઉંચાઈઓ પર પહોંચશે. તેમનો અનુભવ અને વિઝન આ રમતને વધુ સારી રીતે વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.”
આ પ્રસંગે ઈન્ડિયન ડ્રોપ રો બોલ ફેડરેશનના જનરલ સેક્રેટરી શ્રી દત્તગીરી ગોસ્વામી, કાર્યકારી પ્રમુખ કર્નલ ડો. સંદીપ નૈન, સંગઠન સચિવ લક્ષ્મણ રાઠોડ, ઉપપ્રમુખ પંકજ જૈન, ગોવિંદ સિંહ અને ફેડરેશનના તમામ પદા ધિકારીઓ એ ડૉ.કિરીટભાઈ સોલંકીને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદે બિરાજમાન થવા બદલ અભિનંદન આપવાની સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના નેતૃત્વમાં આ રમત માત્ર રમતપ્રેમીઓમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નીતિ ઘડવૈયાઓમાં પણ પોતાની આગવી ઓળખ બનાવશે.
ડ્રોપ રો બોબોલની લોકપ્રિયતા તેના સરળ નિયમો અને તમામ ઉંમરના લોકો માટે તેની યોગ્યતામાં રહેલી છે. આ રમત માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવામાં પણ મદદરૂપ છે. ડ્રોપ રો બોલ એ તેના ડૉ. કિરીટભાઈ સોલંકીના આંતરરાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ નવા યુગમાં પ્રવેશવાની શુરુઆત છે.