મહેસાણા, સંજીવ રાજપૂત: મહેસાણા જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા જગત જનની મા અંબાજીના પવિત્ર યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમે જતા યાત્રાળુઓ માટે જિલ્લામાં પ્રારંભ કરાયેલા આરોગ્ય કેમ્પ લોકોને મદદરૂપ બની રહ્યા છે.
મા અંબાજીના દર્શન પદયાત્રીઓ માટે સારવાર અને આરોગ્ય સલામતી માટે જિલ્લામાં પ્રારંભ કરાયેલા આરોગ્ય કેમ્પ પૈકી ખેરાલુ તાલુકાના ચોટીલા આરોગ્ય કેન્દ્ર દ્વારા અરઠી બસ સ્ટેન્ડ પાસે શરુ કરવામાં આવેલા મેડિકલ કેમ્પ આગળ ભાદરવી પુનમ ભરવા અંબાજી જતા વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના ૩૬ વર્ષીય દેવીપુજક સરોજબેન માટે આ કેમ્પ આશીર્વાદરૂપ બન્યો હતો.
વાતને વિગતે જોઈએ તો ખેરાલુ તાલુકાના અરઠી ગામે અરઠી બસ સ્ટેન્ડ મેડિકલ કેમ્પમાં કામગીરી કરતા રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમના (RBSK ટિમ નમ્બર -249 ) ડો.જીતુભાઇ પ્રજાપતિ અને પ્રજ્ઞેશ ભાઈ પટેલ ચોટીયા આરોગ્ય કેન્દ્રના કર્મચારી ગતરોજ રાત્રે 11.35 વાગ્યે ફરજ દરમિયાન કામગીરી કરી રહયા હતા.
સંઘ જતા પદયાત્રીઓ માડી ના જયકારા સાથે આગળ વધી રહ્યા હતા . ભક્તિ અને ભાવભેર ભાદરવી પગપાળા સંઘ જતા પદયાત્રીઓમાંથી વિજાપુર કૂકરવાડા ગામના વતની 36 વર્ષના દેવીપૂજક સરોજબેન રાજેશભાઈ ઉમર રસ્તા પર ચાલતા જઇ રહ્યા હતા અને અચાનક પડી જતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડાના અરઠી બસ સ્ટેન્ડ ખાતે મેડિકલ કેમ્પમાં આરોગ્ય કર્મચારી પ્રજ્ઞેશ ભાઈ પટેલ અને ડૉ.જીતુભાઇ પ્રજાપતિ ફરજ બજાવી રહ્યા હતા આથી સરોજ્બેનને હાથે ફેક્ચર અને પગે સામાન્ય ઇજાઓ થઈ હતી.
તો એમને સ્થળ પર સારવાર આપી તાત્કાલિક 108 ને કોલ કરીને બોલાવીને વડનગર ખાતે સારવાર માટે મોકલ્યા હતા જ્યાં એમને વધુ સારવાર મળતા તેમની તબિયત સુધારા પર આવી છે.