મતદાર જાગૃતિ અને કેળવણી અભિયાન અંતર્ગત*
*આણંદ જિલ્લામાં “યુવા મતદાર મહોત્સવ” યોજાશે
“યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩” અંતર્ગત બે વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે
તા. ૩૦ ડિસેમ્બર સુધી કૃતિઓ મોકલવાની રહેશે
આણંદ, મંગળવાર :: ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ અનુસાર મતદાર જાગૃતિ અને કેળવણી અભિયાન (SWEEP) અંતર્ગત દર વર્ષે યુવા મતદાર મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે ચાલુ વર્ષે પણ “યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું છે.
“યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩” અંતર્ગત બે વિભાગમાં વિવિધ સ્પર્ધાઓનું ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજયકક્ષાએ આયોજન કરવામાં આવ્યું છે.
જે અનુસાર કેટેગરી-અ માં મતદાર જાગૃતિ અંગેનો ઓડિયો/ગીત સંદેશ, શોર્ટ વીડિયો, ઇ-પોસ્ટર્સ જેવી સ્પર્ધાઓ જયારે કેટેગરી-બ માં ટેગલાઇન/સુત્ર અને પોસ્ટર ડીઝાઇન જેવી સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ સ્પર્ધાઓ પૈકી વિભાગ-૧માં માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા/કોલેજના, ધોરણ-૯ થી ધોરણ-૧૨ અને વિજ્ઞાન/વિનયન/વાણિજિયક/તબીબી/એન્જીનીયરીંગ તેમજ અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ/કોલેજો તથા ITIના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિભાગ -૧ની કૃતિ જે તે શૈક્ષણિક સંસ્થાના આચાર્થને તા. ૩૦ ડિસેમ્બર સુધી રજૂ કરવાની રહેશે.
વિભાગ-૨માં ૧૮ થી ૩૦ વર્ષની વય જૂથના સામાન્ય મતદાર તરીકેની લાયકાત ધરાવતાં પરંતુ મતદાર તરીકેની નોંધણી માટે અરજી કરલે હોય તેવા તમામ નાગરિકો ભાગ લઈ શકશે.
આ ઉપરાંત આ વિભાગમાં બૂથ લેવલ અધિકારીઓ, શિક્ષકો, ચુનાવ પાઠશાળાના સભ્યો, મતદાર સાક્ષરતા ક્લબના સભ્યો, વોટર અવેરનેસના નોડલ અધિકારીઓ તથા સભ્યો ભાગ લઈ શકશે. વિભાગ-રની કૃતિ જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી, આણંદ ખાતે તા. ૩૦ ડિસેમ્બર સુધી રજૂ કરવાની રહેશે.
“યુવા મતદાર મહોત્સવ-૨૦૨૩” અંગે ૧૯૫૦ (ટોલ ફ્રી) નંબર પર સંપર્ક કરી વધુ જાણકારી મેળવી શકાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી દ્વારા જણાવાયું છે.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ