અમદાવાદ: આણંદ જિલ્લાના નાપાડવાંટા ગામ ખાતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા બીજા સમૂહ લગ્નનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
આણંદના નાપાડવાંટા ગામ ખાતે બીજા સમૂહ લગ્નનનું આયોજન કરવામાં આવ્યું હાલ માં ચાલી રહેલી કોરોના મહામારીઅને મોઘવારી ની વચ્ચે જે ગરીબ પરિવારો પોતાની દીકરીતથા દીકરાઓ ને પરણાંવામા અસંમર્થ હોય અને આ મોઘવારી ના આ યુગ માં દરેક ને દીકરીઓ તથા દીકરાઓ ના લગ્નની ચિંતા હોય એવા સમયે નાપાડવાંટા ગામ ના લોકો દ્વારા બનાવામાં આવેલ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરી 17 દીકરીઓ તથા દીકરાઓ ના નિકાહ કરાવવામાં આવ્યા સાથે અબ્દુલ ભાઈ (કરચીયા વાળા) અને રહીમ મામા નાપાડ વાળા દ્વારા મંડપ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નનું આયોજન શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના સભ્યો એહમદભાઈ રાઠોડ,ઇકબાલ ભાઈ રાઠોડ,ફિરોઝભાઈ રાઠોડ,રણજિત ભાઈ રાઠોડ ,ઈરફાનભાઈ રાઠોડ ,સલીમ ભાઈ રાઠોડ (ટ્રસ્ટ પ્રમુખ)ઇમરાન ભાઈ રાઠોડ સાથે તમામ ગ્રામજનોના અને દાતાઓ ધ્વરા બીજા સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યકમ માં ખાસ મહેમાન મોહમ્મદ મદની બાવાના ફરજંદ સૈયદ હમજામિયાં અશરફી અને સૈયદ સક્લેનમિયાં અશરફી અને સૈયદ ચાચા બાપુ નાપાડવાળા ની હાજરીમાં આ સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું .