ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે રંગ લગાવી ઉજવણી કરાઇ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
દેશભર માં ધૂળેટી ના પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધનસુરા માં વિવિધ જગ્યાએ ધૂળેટી ની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરાઇ હતી.ધનસુરા માં એક બીજા પર રંગ લગાવી ધૂળેટી ની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરાઇ હતી. બાળકો યુવાનો સૌ ઉત્સાહ પૂર્વક રંગોના તહેવાર ધૂળેટી ની ઉજવણી કરી હતી.પરિવાર અને મિત્રો સાથે રંગ લગાવી ધૂળેટી ના પર્વની ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકો એ કલર લગાવી પાણી છાંટી ઉજવણી કરી હતી.