ભાવનગર જિલ્લના ભારાપરા ગામમાં પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે બનાવેલ શેડમાં થયેલ મોટો ભ્રસ્ટાચાર તપાસ કરાવી ભ્રસ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા બાબતે ઉચ્ચ અધિકારી ગાંધીનગર સીતારામ સેવા ગ્રુપ રાણીગામના માર્ગદર્શન હેઠળ રજૂઆત કરવામાં આવી.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારાપરા ગામમાં એ.ટી.વી.ટી ગ્રાન્ટ માંથી બનાવેલ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે બનાવેલ શેડ જે વર્ક ઓર્ડર મુજબ કામગીરી થયેલ નથી અને આ તમામ કામગીરીમાં ભ્રસ્ટાચાર થયેલ છે.
એના માટે ગામના જાગૃત નાગરિક દિનેશભાઇ સોલંકી દ્વારા તલાટી મંત્રી, તાલુકા વિકાસ અધિકારી તળાજા અને કલેકટર ભાવનગરને પણ લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી અને જિલ્લા પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી તળાજાને તપાસ કરવાનો હુકમ પણ કરેલ છે તેમ છતાં કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
આ કામગીરીમાં થયેલ ભ્રસ્ટાચારની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને જે લોકો અને અધિકારી દ્વારા આ ભ્રસ્ટાચાર થયેલ છે તેમની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
જેથી કરીને આવા ભ્રસ્ટાચાર કરનાર લોકો અને અધિકારીઓ દ્વારા ભવિષ્યમાં પણ આવું ના બને અને બીજા લોકો અને અધિકારી આવો ભ્રસ્ટાચારના કરે એટલા માટે આ કામગીરી સાથે સંકળાયેલ તમામ લોકો અને અધિકારીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી અમો અરજદારની માંગણી છે.
વધુમાં તલાટી મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી.
માટે અવાર નવાર આવા ભ્રસ્ટાચારના કિસ્સા બને છે તેમજ આ અધિકારીઓ ફરજ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા હોય તેમજ ભ્રસ્ટાચારીઓને છાવરી રહ્યા હોય જેથી સીતારામ સેવા ગ્રુપ રાણીગામના માર્ગદર્શન હેઠળ ભારાપરા ગામના દિનેશભાઇ સોલંકી દારા સમગ્ર ભ્રસ્ટાચારની તપાસ કરાવી ભ્રસ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા બાબતે ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી