મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ઉનાના રસિક ચાવડાએ રૂબરૂ કરી રજૂઆત
ગીર સોમનાથ જિલ્લાના ઉના ની જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ સંચાલિત એવરેસ્ટ આરોગ્ય કોમ્પ્લેક્સ અને મહેતા હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ગેરરીતિ બાબતે રસિક ચાવડા એ તારીખ.૧૫/૩/૨૩ના રોજ ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ બાબતે તપાસ થતા ડો.કે.એચ.મિશ્રા ( અધિક નિયામક)(ત.સે.) કમિશનર શ્રી આરોગ્ય તબીબ સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર એ તારીખ.૨૮/૩/૨૩ ના રોજ જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ, મહેતા હોસ્પિટલ દ્વારા યોજનામાં લાભાર્થીઓને સારવાર આપ્યા વગર જ યોજનાનો નાણાની મોટી રકમ મેળવી ક્લેમ બુક કરાવવામાં આવ્યો છે અને તે બાબતે પેનલ્ટી ભરવા જણાવવામાં આવેલ હોય અને આ હોસ્પિટલને ત્રણ વર્ષ માટે યોજનાથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
આ કરવામાં આવેલ તપાસમાં ૧૦ જેટલા કલેમ સારવાર આપ્યા વગર જ બુક કરવામાં આવ્યા છે અને સરકારની આંખમાં ધૂળ નાખી નાણાંકીય છેતરપિંડી કરી છે અને સરકારી નાણાંની ઉચાપત આ સંસ્થાએ તથા ડોક્ટરે મળી કરી છે.
ત્યારે આ તમામ સામે સરકારના નાણાંની ઉચાપત બાબતે સખત કાર્યવાહી કરવામાં આવે અને તમામ ઈસમો વિરુદ્ધ ફોજદારી રાહે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
તે બાબતે ઉના ના યુવા આગેવાન અને કોળી સમાજના નેતા રસિક ચાવડાએ કાર્યવાહી કરવા માન.મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર,અગ્ર સચિવ,આરોગ્ય અને પરીવાર કલ્યાણ ગાંધીનગર,ખાસ ફરજ પરના અધીકારી (વિજીલન્સ) આરોગ્ય સેવાઓ,તબીબી સેવાઓ,તબીબી શિક્ષત્ર અને સંશોધન, ગાંધીનગર ને સરકારી આયુષ્યમાન કાર્ડ યોજનામાં ઘણા સમય થી ભ્રષ્ટાચાર થતો હોય હજુ પણ તપાસ થાય તો ઘણો ભ્રષ્ટાચાર સામે આવી શકે તેમ છે.આ બાબતે તપાસ થાય તેવી લોક ચર્ચા થઈ રહી છે.