કપિલ પટેલ દ્વારા /અરવલ્લી
મોડાસા જેસીસ મિલ્ક કમિટી ના વર્ષ ૨૦૨૨-૨૫ માટે યોજાયેલ જનરલ સભામાં ચેરમેન તરીકે નવનિતલાલ એન. પરીખ તેમજ સેક્રેટરી તરીકે મુકુન્દકુમાર એસ. શાહ બન્ને સતત પાંચમી ટર્મ માટે બિનહરીફ વરણી કરવામાં આવી. આ ઉપરાંત વાઈસ ચેરમેન તરીકે વિનોદભાઈ આર. પટેલ ખજાનચી તરીકે હસમુખભાઈ સી. શેઠ, સહમંત્રી તરીકે કિરીટભાઈ કે. શાહ, ટ્રસ્ટી તરીકે ડો. રાકેશ સી. મહેતા અને નિલેશભાઈ વી. જોશી અને લીગલ એડવાઈઝર તરીકે વસંતભાઈ સી. શાહ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.
સાથે સાથે કારોબારી સભ્યો પણ નિમવામાં આવ્યા. જેમાં ડો. સુરેશ ટી. પટેલ, સુરેશ ટી. સોની, કિર્તી ઓ. શાહ, સંદીપ કે. શાહ, ભાવેશ બી. જયસ્વાલ, અલ્પેશ પટેલ તથા ઓફીસીયલ સભ્યો દેવેશ એન્જીનીયર, ધર્મેન્દ્ર ત્રિવેદી, રવિ શાહ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.