હોર શહેર ભાજપ માં હાલ માં જે ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો છે જેમાં ભાજપ ના નગરપાલિકાના પૂર્વ હોદેદારો ના આશરે ૪૦ કરોડના ભ્રષ્ટાચાર અંગે નામજોગ ઉલ્લેખ કરવામાં આવેલ છે તથા કેટલાક વ્યક્તિઓના ચારિત્ર્ય બાબતે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે
ત્યારે શિસ્ત ની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે આગેવાનો કોઈ કાર્યવાહી કરવાના બદલે અકળ મૌન ધારણ કરીને બેસી રહ્યા છે. જ્યારે કોઈ સામાન્ય વ્યકતિ ભ્રષ્ટચાર નો આક્ષેપ કરે ત્યારે આ જ ભાજપના આગેવાનો દ્વારા પોલીસ કાર્યવાહીની સીધી કે આડકતરી રીતે ધમકી આપી તેમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે
તો જ્યારે ભાજપના જ કાર્યકર્તા હોવાનો દાવો કરનાર આ લેટરકાંડ કરનાર વિશે તમામ ભાજપના આગેવાનો મૌન ધારણ કરીને બેસી રહ્યા છે. જ્યારે કોઈ નાની રકમ નહીં પરંતુ સરકાર ના ૪૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર નો આરોપ લાગેલ હોય ત્યારે આ સમગ્ર પ્રકરણની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના થાય અને તેના દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ થાય અને લોકો સુધી આ લેટરની સત્ય હકીકત બહાર લાવવા જયરાજસિંહ મોરી દ્વારા માંગ કરવામાં આવી છે.
ભાજપના લોકો કાર્યવાહી કરવાના બદલે મૌન ધારણ કરીને બેઠા છે એ બાબત વધુ શંકા જગાવનાર હોય લોકો સુધી સત્ય હકીકત પહોંચાડવી એ તંત્રની પણ ફરજ બને છે આથી સમગ્ર મામલાની યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.