અમદાવાદ, સંજીવ રાજપૂત: ભાઈબહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંઘનમાં બહેન ભાઇને રાખડી બાંધી રક્ષાનું એક વંચન આપે છે, આવું જ વચન અમદાવાદ સાબરમતી જેલ કેદી ભાઇઓને પોતાની બહેન વચન આપ્યું, રાખડી બાધતા જેલમાં બંધ ભાઇને જોઇને બહેનો રડી પડી હતી અને અનેક ભાવુક દ્રશ્યો જોવા મળ્યા.
ભાઈ-બહેનના સ્નેહનું રક્ષાબંધનનું પવિત્ર પર્વ. આ પર્વને ઉજવવા સાબરમતી જેલમાં કૈદી તરીકે રહેલા ભાઈઓ માટે જેલ દ્વારા આ પર્વ ઉજવવાની વ્યવસ્થા કરવામાં આવી. જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી,
જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા જ બહેનોની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા, બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી,
જેલમાં સજા કાપતા કેદીભાઈઓ પણ બહેનને જોઈ ભેટી પડયા હતા, પોતાની પુત્રી-પુત્રને ગળે લગાવતા એક પિતાનો આનંદ આંખો દ્વારા વ્યક્ત થતો જોવા મળતો હતો. બહેનોએ ભાઈઓ વહેલી તકે જેલમાંથી છુટે તેવા આર્શીવાદ આપ્યા હતા.
રાજ્યના અલગ અલગ ખુણામાંથી અનેક બહેનો પોતાના ભાઇને મળવા જેલ પર આવી પહોંચી હતી, આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેલ અધિકારીઓ દ્વારા પણ બહેનોને છોડના કુંડા ભેટ તરીકે આપવામાં આવ્યા હતા. સાબરમતી જેલના અધિકારીઓ દ્વારા આ કરવામાં આવેલ સુંદર વ્યવસ્થા ખેરખર સલામને અને પ્રશંશાને પાત્ર છે જેને બહેનો દ્વારા પણ વખાણવામાં આવી હતી.