bhavnagarBreaking NewsGujaratOther

ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઇ બારડના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ ઈ-વિતરણ કાર્યક્રમ યોજાયો‌ હતો જેના ઉપલક્ષ્યમાં ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયલ હોલ ખાતે મેયરશ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાકક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો ‌હતો.જેમા મહુવાના તલગાજરડા અને મોણપર ગામના ૩૪૬ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મેયરશ્રી ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે, ભારત સરકારનાં પંચાયત વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાનાં આશયથી ડ્રોન ટેક્નોલોજી દ્વારા સ્વામિત્વ યોજના જાહેર થઈ છે. આ યોજના થકી ભારતના ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહેશે. રાજ્યના ૩૩ જિલ્લાનાં ૧૩,૮૦૩ ગામોમાં ડ્રોન દ્વારા માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જે પૈકીના ૭,૧૮૨ ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરી ૧૨,૨૨,૧૬૫ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કર્યા છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ કહ્યું કે, આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે સ્વામિત્વ યોજના હેઠળ ૬૫ લાખ પ્રોપર્ટીકાર્ડનું વિતરણ થઈ રહ્યું છે.ગ્રામીણ ભારતને મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના લાખો લોકોના જીવનમાં બદલાવ લાવી રહી છે.આ યોજના મિલકતનું અધિકારપત્ર તો આપે જ છે.સાથે સાથે આત્મસન્માન, આત્મવિશ્વાસ અને સુરક્ષાનું પ્રતીક છે. સરકારનો ઉદ્દેશ છે કે દરેક વ્યક્તિને તેનો હક મળે અને તેનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે.પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણો દેશ વિશ્વની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. આયુષ્માન ભારત યોજના, વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય વીમા યોજના બની છે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશ્વની સૌથી મોટી આવાસનિર્માણ યોજના છે.જે કરોડો ગરીબોના સપના પૂરા કરી રહી છે. સ્વામિત્વ યોજના પણ તેવી જ એક ઐતિહાસિક પહેલ છે. જ્યાં દરેક ગામલોકોને નવી ઓળખ અને નવો આત્મવિશ્વાસ અપાવશે.

આ યોજના ગામોમાં વર્ષોથી ચાલતા જમીન વિવાદો દૂર કરવામાં મદદ કરી રહી છે.ટેકનોલોજીના ઉપયોગના કારણે સચોટ માહિતી મળે છે.મિલકતકાર્ડનો ઉપયોગ કરીને આપણાં ગ્રામીણ ભાઈ- બહેન બેન્ક પાસેથી લોન મેળવી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશે. સમગ્ર દેશમાં 3.17 લાખ ગામડાંઓમાં ડ્રોન સર્વે પૂર્ણ થયો છે અને 2 કરોડથી વધુ મિલકત કાર્ડ તૈયાર થઈ ચૂક્યા છે. આપણાં સૌ માટે ગર્વની વાત છે કે, ગુજરાતે આ યોજનાના બીજા તબક્કામાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને હ્રદયપૂર્વક અભિનંદન આપું છું. તમારા નાનાં મોટા દરેક સપનાને સાકાર કરવામાં સરકાર તમારી સાથે ચાલવા માટે તૈયાર છે.

જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાએ જણાવ્યું હતું કે, ભારતના તમામ ગામડાઓના નાગરિકોને તેમની મિલકતો પરનો કાયદેસર હક સુનિશ્ચિત થાય તે હેતુથી સમગ્ર દેશમાં સ્વામિત્વ યોજના અમલમાં મુકવામાં આવી છે.આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને માલિક હક્ક દર્શાવતું એક દસ્તાવેજ પ્રાપ્ત થશે .બેંકમાં લોન લેવામાં સરળતા, મિલકતના નકશા પ્રાપ્ત થવાની સાથે મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો પણ ઘટશે.આ સાથે જિલ્લામાં થયેલી સ્વામિત્વ યોજના અંગેની જાણકારી પુરી પાડી હતી.

વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવ્યું હતું.વડાપ્રધાનશ્રીએ સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ‌ સાધ્યો હતો.આ અવસરે ઉપસ્થિત સહુએ નશા મુક્ત અને સ્વચ્છતા અંગેના સામૂહિક શપથ લીધા હતાં.કાર્યક્રમના અંતે કેન્દ્રિય રાજ્ય મંત્રીશ્રી, મેયરશ્રી સહિતના મહાનુભાવોએ વુક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમના અંતે ઈ.ચા DILRશ્રી શિવાંગી ખરાડીએ આભારવિધી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લાના ૬૯૯ ગામો પૈકી ૬૨૧ ગામોનો સ્વામિત્વ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૬૧૯ ગામોમાં ડ્રોન ફલાઇટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તે પૈકી ૪૦૧ ગામોમાં નકશાઓ તૈયાર થવાની સાથે ૩૬૭ ગામોનું પ્રમોલગેશન થઇ ૩૦,૨૯૪ હજાર પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે. આગામી નજીકના સમયમાં અંદાજિત ૨૦ હજાર પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવશે. જે પૈકી આજરોજ મહુવા તાલુકાના તલગાજરાડા ગામના-૧૭૭ અને મોણપર ગામના-૧૬૯ સહિત કુલ-૩૪૬ પ્રોપર્ટીકાર્ડોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી(ઇ.ચા), શ્રી અભયસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન…

પ્રેરણા ફાઉન્ડેશનના દ્વારા વન વિભાગના માર્ગદર્શન સાથે પક્ષી બચાવ મહા અભિયાન ને આખરી ઓપ અપાયો

ઉત્તરાયણ નજીક આવતા જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીઓના જીવ બચાવી લેવા સેવામાં લાગ્યા,…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 378

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *