શક્તિપીઠ અંબાજી ખાતે એક ખાનગી હોટલ મા નોકરી કરતો નરેશ ભાઈ ત્રણ દિવસ અગાઉ જન્માષ્ટમીના દિવસે બપોરે પોતાનાં પરિવારજનો સાથે ટ્રેકટર મા રણુજા દર્શન કરવા નીકળ્યા હતા અને આ લોકોનો અક્સ્માત સુમરપુર પાસે થતાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને આ બાબતની ગંભીરતા સમજી રાજસ્થાન સરકારે તાત્કાલીક અસરથી ગુજરાત તરફથી રાજસ્થાનમા પ્રવેશતા તમામ મોટા વાહનોમાં મુસાફરી પર રોક લગાવી છે.
આજે બપોરે રાજ્સ્થાન છાપરી બોર્ડર પર રાજસ્થાન પોલીસના જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગુજરાત તરફથી રાજસ્થાન તરફ ભારે વાહનોમા બેસીને મુસાફરી કરતા વાહનોને અટકાવ્યા હતા. આમ યાત્રિકોને ભારે હેરાનગતિ થઈ હતી
:- મુખ્ય મુદ્દાઓ :-
1.રામદેવરા ટ્રેકટર અક્સ્માત નો મામલો
2.રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય
3.રાજસ્થાન ની તમામ સરહદો પર માલવાહક વાહનોમા મુસાફરી માટે પ્રતિબંધ મુકાયો
4.હાલ રામદેવરા ચાલી રહેલા મેળામાં જતા ભારે વાહનો મા મુસાફરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
5.રાજસ્થાન ની સરહદ ચોકી પર પોલીસનો મોટો કાફલો હાજર
6.ગુજરાત થી રાજસ્થાન જતાં ટ્રેકટર સહિત ભારે વાહનો ને રાજસ્થાન સરહદ પર રોકવામાં આવ્યાં
7.આવા માલવાહક વાહનો મા મુસાફરી કરતા વાહનોને પરત ગુજરાત મોકલાયા
8.રાજસ્થાન સરહદ પર યાત્રિકોને ભારે હેરાનગતિ
9.ટ્રેકટરો મા ખાણીપીણી નો સામાન અને બિસ્તરા જેવા સામાન પણ રોક લગાવવામાં આવી
10.યાત્રીકોમા ભારે રોષ
11.મેળા પહેલા રાજસ્થાન સરકાર નિયમો જાહેર કરવાની માંગ ઉઠી
12.રામદેવરા દર્શન કરી પરત અન્ય વાહનોમાં આવવા માટે યાત્રીકો પાસે નાણાંની ભારે અછત
13.પીએસઆઈ સુઝાનભાઈ બિશનોઇ યે મિડીયા સાથે વાતચીત કરી
અંબાજી પ્રહલાદ પૂજારી