સંજીવ રાજપૂત, એબીએનએસ: રામેશ્વરમ્ના દરિયા પર રેલવે બ્રીજ તૈયાર થઈ ગયો છે જેનું ૩ માર્ચે પીએમ નરેન્દ્ર મોદી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
દક્ષિણ ભારતના રામેશ્વરમ્ અને ટાપુને જોડતા પાબન રેલવે બ્રીજ નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. અત્યંત આધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરાયેલા પાબન રેલવે બ્રીજનું તા. ૦૩ માર્ચના રોજ લોકાપર્ણ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ રામેશ્વરમ્ ટાપુ અને રામેશ્વરમ્ ને જોડતો રેલવે બ્રીજ ૧૯૧૪ માં અંગ્રેજોએ બનાવ્યો હતો. હાલ તે બ્રીજ નો ઉપયોગ ભયજનક બની રહ્યો હતો.
જેના કારણે દરિયા પર નવો પાબન રેલવે બ્રીજ બનાવવાનો કોન્ટ્રાક્ટ રણજિત બિલ્ડકોનને અપોયો હતો. અત્યંત આધુનિક ટેકનોલોજીથી પાબનબ્રીજ નું નિર્માણ ગુજરાતની સ્વસ્તિક બ્રીજ એન્ડ રોડ કોન્ટ્રાક્ટ ( એલએલસી ) એ કર્યું છે.
અત્યંત આધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરાયેલા પાબન બ્રીજ ૨.૦૬ કિમિ લાંબો છે. જે ૩૩૩ પિલ્લર્સ પર રેલવે ટ્રેક તૈયાર કરાઈ છે. પાબન બ્રીજ નીચેથી જહાજ, સ્ટીમર, બેટને પસાર થવા માટે સ્પાન તૈયાર કરાઈ છે.
હાઈડ્રોલિક સિસ્ટમથી સજ્જ કરાયેલી સ્પાન ૧૭ મિટર ઉંચે જઈ શકે છે. પાબન બ્રીજ પરની સ્પાનના કારણે સ્ટીમર કે જહાજ ખુબ ટુંકા અંતરમાં દરિયામાંથી પસાર થઈ શકે છે. જેના કારણે સ્ટિમર જહાજને શ્રીલંકા સુધી જવું પડશે નહીં.
પીએમ મોદી પાબન રેલવે બ્રીજનું લોકાર્પણ કરશે. લોકાર્પણ કાર્યક્રમ ભવ્યતાથી સંપન્ન કરાશે. લોકાર્પણ કાર્યક્રમ માટે સ્થાનિક તંત્ર અને રેલવે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે નવા પાબન રેલવે બ્રીજનું બાંધકામ વર્ષ ૨૦૧૯ ના ડિસેમ્બર માસમાં શરૂ કરાયું હતું. અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા બ્રીજ નિર્માણ કરવાનું કાર્ય ૨૦૨૫ માં પુરુ કરાયું હતું.