જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટરશ્રી દ્વારા આ પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય સર્વેશ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી સુધીરભાઈ વાઘાણી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષકશ્રી ડો. રવીન્દ્ર પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ તેમજ તમામ પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.