Other

SVP ઈન્ટરનેશનલ એરપોર્ટે SEEM એવોર્ડ્સમાં એનર્જી એફિશિયન્સી માટે પ્લેટિનમ એવોર્ડ જીત્યો

અમદાવાદ, સંજીવ રાજપૂત: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ(SVPIA) ને એરપોર્ટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો છે. 26 સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે આયોજીત સોસાયટી ઓફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ (SEEM) એવોર્ડ્સ કેટેગરીમાં આ સન્માન પ્રાપ્ત થયું છે.

અમદાવાદ એરપોર્ટને આ પુરસ્કાર અનેક ટકાઉ અને ઉર્જા-કાર્યક્ષમ પહેલો માટે મળ્યો છે. જેમાં ઓછા ઉર્જા વપરાશ સાથે અત્યંત કાર્યક્ષમ સેન્ટ્રીફ્યુગલ ચિલરની સ્થાપના જેવી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. SVPI એરપોર્ટની પહેલોના પરિણામે 30% ઊર્જા બચત થાય છે. લાઇટિંગ અને ઓછા વીજ વપરાશને નિયંત્રિત કરવા માટે ઓફિસોમાં 50 થી વધુ સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા છે. બેલ્ટ-સંચાલિત ફેન્સના સ્થાને ઉર્જા કાર્યક્ષમ ફેન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (HVAC) સિસ્ટમમાં ઊર્જા વપરાશમાં 25% જેટલો ઘટાડો થયો છે.

SVPI એરપોર્ટ પર આઠ ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) વાહનોના સ્થાને ઇલેક્ટ્રીક વાહનો (EVs) મુકવામાં આવ્યા હતા. જેના કારણે અંદાજે વાર્ષિક 5,000 લિટર ડીઝલની બચત અને ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં ઘટાડો થયો હતો. 33 ટન રેફ્રિજરેશન (TR) ફેન કોઇલ યુનિટ્સ (FCUs) એકમો સામે વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા. જેના પરિણામે પરંપરાગત એર કન્ડીશનીંગ એકમોની સરખામણીમાં લગભગ 25% વીજળી બચાવે છે.

SVPIA ઇકો-ફ્રેન્ડલી ટેક્નોલોજીને અને ટકાઉ ભવિષ્યને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. આ પ્લેટિનમ એવોર્ડ હરિયાળી અને વધુ ટકાઉ એરપોર્ટ સુવિધા બનાવવા પ્રત્યેનું સમર્પણ દર્શાવે છે.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) વિશે:
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (AMD), અમદાવાદનું સંચાલન કરે છે. AIAL અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ના નેતૃત્વ હેઠળ કાર્ય કરે છે, જે અદાણી એન્ટરપ્રાઇઝિસની પેટાકંપની છે, જે વૈવિધ્યસભર અદાણી જૂથની અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાખા છે.

AAHLનો હેતુ પરિવહન અને લોજિસ્ટિક્સ હબમાં અદાણી ગ્રૂપની કુશળતાનો ઉપયોગ કરીને ભારતના મુખ્ય શહેરોને વ્યૂહાત્મક હબ-એન્ડ-સ્પોક મોડલ દ્વારા જોડવાનો છે. આધુનિક ગતિશીલતાની જરૂરિયાતોની ઊંડી સમજણ સાથે પશ્ચિમ ભારતમાં પેસેન્જર અને કાર્ગો ટ્રાફિક માટે અમદાવાદ એરપોર્ટને પ્રીમિયર ગેટવે તરીકે સ્થાપિત કરવાના AIALના વિઝનને વધુ વેગ આપે છે.

ટકાઉ વૃદ્ધિને પ્રાથમિકતા આપતા AIAL અસાધારણ ગ્રાહક અનુભવો, કાર્યક્ષમ કામગીરી પર ભાર મૂકે છે અને મજબૂત હિસ્સેદારોના સંબંધોને પ્રોત્સાહન આપે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *