Latest

સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: કલેક્ટર કચેરી સભાખંડ, પાલનપુર ખાતે
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં”દિશા”બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે જરૂરી છે. આ દિશા બેઠકમાં મનરેગા, નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ મળવાપાત્ર લાભાર્થી કોઈ લાભથી વંચિત ના રહે તથા લાભાર્થીઓને સમયસર નાણાં ચૂકવાય તે અંગે સૂચનો કર્યા હતા.

આ સાથે સ્વચ્છ ભારત મિશન, દિન દયાળ અંત્યોદય યોજના, સ્વ સહાય જૂથોને બેંક દ્વારા ધિરાણ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પશુઓનું રસીકરણ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના સહિતની યોજનાઓ બાબતે પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. જિલ્લાના થરાદ વાવ અને સુઈગામ તાલુકાના વિસ્તારોમાં જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ ના વધે તે માટેના પગલા અને ક્ષાર અટકાવતા વૃક્ષો વાવવા જિલ્લાના ખેડૂતોને પણ અનુરોધ કરાયો હતો.

દિશા બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યું હતું કે, આગામી ઓક્ટોબર મહિનામાં જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ યોજાય અને દિવ્યાંગ લોકોને સાધન સહાય વિતરણ થાય તે મુજબનું આયોજન કરવા જણાવ્યું હતું. રીન્યુઅલ એનર્જી અંતર્ગત લોકલ કારીગરોને ટ્રેનિંગ આપવા પણ જિલ્લા કલેકટરએ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *