ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકાના વાંસોજ ગામ ખાતે છેલ્લા 14 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ ડાભી સાહેબ ની તેમના વતન બદલી થતાં તેમને ગમ અને ખુશી બંને જોવા મળી હતી
કાર્યક્રમમાં ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ શ્રી હરિભાઈ સોલંકી ઉના તાલુકા પંચાયત પુર્વ કારોબારી ચેરમેન શ્રી મોહનભાઈ વાજા તેમજગ્રામ પંચાયતના સદસ્યો, સીઆરસી રોહિતભાઈ ડોડીયા,ઉના તાલુકાના સૂચિત સંઘ ના પ્રમુખ કિશોરભાઈ ચરણીયા, આરોગ્ય વિભાગ ના ર્ડો પૂજાબેન તેમજ ઘનશ્યામભાઈ એમ.પી એસ. ડબલ્યુ., વાંસોજ પ્રાથમિક શાળા ના પુર્વ આચાર્ય શ્રીમતી પુષ્પાબેન, એસએમસી સભ્યો આસપાસના સામાજિક આગેવાનો ગામના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવતા તેમની નીચે ભણેલા વિદ્યાર્થીઓની આંખો માં આંશુ વહી રહ્યા હતા આટલા વર્ષ વતનથી દૂર રહી અને વાંસોજ ગામને તેમની કર્મભૂમિ બનાવી ગામના વિદ્યાર્થીઓનું સંપૂર્ણ પણે એજ્યુકેશનમાં પ્લસ રહે એવી તકેદારી રાખી હતી
કોરોના સમયમાં તેમણે ઘરઘર સુધી તેમજ મોબાઇલ કનેક્ટિવિટી સાથે વિદ્યાર્થીઓને એજ્યુકેશનમાં ખૂબ જ મદદરૂપ થયા હતા શિક્ષક શ્રી દિલીપભાઈ ડાભી ગામમાંથી વિદાય થતા તેમની આંખમાં આંશુ અમી જોવા મળ્યા હતા .
રિપોટ આહીર કાળુભાઇ દીવ