શક્તિ,ભક્તિ અને અસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે.હાલમાં ચૂંટણી ના સમયમાં તમામ પાર્ટીઓ પોતાની તાકાત લગાવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.દાંતા તાલુકામાં આ વખતે ભાજપનું કમળ ખીલે તે માટે પાર્ટી દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે.
આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાંતા ખાતે ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું,ત્યારબાદ દાંતા ખાતે પણ બાઈક રેલી યોજવામાં આવી હતી અને અંબાજી ખાતે પણ ભવ્ય રોડશો યોજવામાં આવ્યો હતો,જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલ ખાસ જોડાયા હતા. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી