નેશનલ સ્ટુડન્ટ ઓફ ઈન્ડિયા ના પ્રમુખ શ્રી નિરજ કુંદન, ગુજરાત પ્રદેશ NSUI ઈન્ચાર્જ શ્રી અંકુશ ભટૃનાગર ની સુચના થી ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ શ્રી નરેન્દ્ર સોંલકી દ્વારા ગુજરાત પ્રદેશ NSUI જનરલ સેકેટરી ના પદ પર શ્રી દિયાબા મહેશભાઈ રાજપુત ની નિમણુંક કરવા મા આવી છે, દિયાબા રાજપુત હાલ અમદાવાદ ખાતે બી.એ – એલ.એલ.બી નો અભ્યાસ કરી રહ્યા છે,
દિયાબા રાજપુત ના પિતા શ્રી મહેશભાઈ રાજપુત પણ ગુજરાત પ્રદેશ NSUI ના ઉપપ્રમુખ ના પદ પર ૧૯૯૨ થી ૧૯૯૭ સુધી રહી ચુક્યા છે જેવો હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી પદ છે,
દિયાબા રાજપુત ની તારીખ:૨૮.૦૯.૨૦૨૩ ના રોજ થતા ની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ શ્રી શકિત સિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ, ભરતસિંહ સોલંકી,ગુજરાત વિધાન પરિષદ વિરોધ પક્ષ ના નેતા શ્રીઅમિતભાઈ ચાવડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પુર્વ મેયર અને પુર્વ ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ શ્રી હિંમત સિંહ પટેલ ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ શ્રી ઈન્દ્રવિજય સિંહ ગોહિલે અભિનંદન પાઠવેલ.