Breaking NewsPolitics

ગાંધીનગર કમલમ ખાતે કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અને સહકારિતામંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમા પાછલા 10 વર્ષમા દેશ જે રીતે વિકાસ કરી રહ્યો છે તેમજ દેશમા જે રીતે પરિવારવાદની રાજનીતીની જગ્યાએ વિકાસની રાજનીતી પ્રસ્થાપીત કરી છે તેમજ ગુજરાતમા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમા રાજયનો વિકાસ અને સંગઠન શક્તિ વધુને વધુ મજબૂત થઇ રહી છે જેના કારણે રાજકીય પાર્ટી અને સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમા જોડાઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અર્જૂનભાઇ મોઢવાડીયા તેમજ અમરિષભાઇ ડેર, કોંગ્રેસના લોકસભા અને વિઘાનસભાના પુર્વ ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા, કોંગ્રેસના અમદાવાદ શહેરના ઉપપ્રમુખ ભુપેન્દ્રસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઇ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી વિશાલ સોલંકી, સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેષભાઇ પટેલ, પુર્વ સાંસદ ઉમેદવાર ધર્મેષકુમાર પટેલ તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમા જોડાયા.

આ કાર્યક્રમમા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા 10 વર્ષમા દેશમા વિકાસના અનેક કામો કર્યા છે. જ્ઞાતિ,ભાષા,પરિવારવાદની રાજનીતીથી પર થઇ વિકાસની રાજનીતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરી છે. આજે મોટા મોટા રાજયોમા પણ જ્ઞાતિવાદને નેવે મુકી જે પરિણામ આપણે જોઇએ છીએ તેનાથી વિરોધી પાર્ટીઓની આંખ ખુલી ગઇ છે. આજે મોદીએ સાબિત કરી આપ્યુ કે દેશમા વિકાસના આધારે જ રાજનિતી કરવી જોઇએ. આજે દેશની મહિલાઓ પોતાને વધુ સુરક્ષિત માને છે. મોદીએ ચાર સ્તંભ પર વધુ ભાર આપે છે જેમા મહિલા,યુવા,ગરિબ અને ખેડૂત. આજે દેશની મહિલાઓ પોતાને સુરક્ષીત માને છે. મહિલાઓને તાલુકા-જીલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગરપાલિકામા 50 ટકા અનામત અપાવ્યું તેમજ લોકસભા અને રાજયસભામાં પણ મહિલાઓને 33 ટકા અનામત અપાવ્યું છે. દેશના યુવાનો સ્વાવલંબી બને તે માટે અનેક યોજનાઓ જાહેર કરી છે. ખેડૂતો લાચાર ન બને તેમની આર્થિક સ્થિતિ સુધરે, તેમના પાક ડબલ થાય તે દિશામા કામ કર્યુ છે. ગરિબ લોકો પણ દેશના વિકાસમા ફાળો આપે તે માટે ગરિબો માટે પણ યોજનાઓ જાહેર કરી છે તેમજ દસ વર્ષમા 25 કરોડ લોકોને ગરિબિ રેખાથી બહાર લાવ્યા છે.

સી આર પાટીલએ વધુમા જણાવ્યું કે, આજે દેશમા ઝડપથી વિકસીત કામો થઇ રહ્યા છે તે જોઇ આજે વિકસીત દેશો પણ માને છે કે ભારત ઝડપથી વિકસીત દેશ બનશે. આવો સૌ સાથે મળી મોદીના નેતૃત્વમા ગુજરાત સાથે દેશના વિકાસમા યોગદાન આપીએ. આજે સૌ મોદીના નેતૃત્વમા ભાજપમા જોડાઇ રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન.

અર્જૂનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું કે, મે ગઇકાલે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો. દેશને આઝાદી મળી તે પછી મહાત્માગાંઘીએ કહ્યુ કે દેશને આર્થિક અને સામાજીક આઝાદી મેળવવાની બાકી છે. આજે પણ આ સ્વપનું મુશ્કેલ લાગે છે.આઝાદી સમયે દેશના બે પુત્ર સરદાર સાહેબ અને મહાત્માગાંઘીજી દેશનું નેતૃત્વ કરતા અને આજે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઇ શાહ દેશનુ નેતૃત્વ કરી રહ્યા છે. દેશમા સામાજીક અને આર્થિક બદલાવ લાવવાનું જે કામ અધુરુ હતું તે કામ આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ કરી રહ્યા છે. તે વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી અને આ વખતે આર્થિક અને સામાજીક આઝાદી મેળવવાની છે. નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમા દેશના નાગરિકો એક થઇ સામાજીક અને આર્થિક રીતે બદલાવ લાવવાનું કામ કરી રહ્યા છે તેમા હુ આજે જોડાયો છું.

અર્જુનભાઇ મોઢવાડીયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, હું કોંગ્રેસ સાથે 40 વર્ષથી સાથે જોડાયેલો હતો. કપરા સંજોગોમા કોંગ્રેસનુ નેતૃત્વ કર્યુ હતુ , 40 વર્ષના જાહેરજીવનમા 20 વર્ષ કોંગ્રેસનુ નેતૃત્વ કર્યુ. સ્વાર્થ હોત તો તે જ સમયે ભાજપમા જોડાઇ ગયો હોત. ભાજપે આ વખતે ગુજરાતમા રેકોર્ડ બ્રેક 156 બેઠકો પ્રાપ્ત કરી છે. લોકસભામા એનડીએની બહુમતી છે એટલે કઇ ખૂટતુ હતુ અને ઉમેરવા આવ્યો તેમ નથી. રાજનીતીમા આવી આર્થિક અને સામાજીક બદલાવ લાવવા કામ કરવા આવ્યો છું. કોંગ્રેસમા રહી જનતાના કામ કરી શકુ તેમ ન હતુ કોંગ્રેસમા બદલાવ લાવવાના પ્રયાસ તમામ નેતાઓએ કર્યા હતા તે નિષ્ફળ ગયા છે. મે જે સપનુ પોરબંદર અને ગુજરાત માટે જોયુ હતુ તે સ્વપ્ન આજે ભાજપમા નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા પરિવર્તન થતુ દેખાય છે. કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો તેમને કોઇને ભાજપે કોઇ ડર નથી બતાવ્યો. કોઇ લાલચ ના કારણે નહી પણ બદલાવ લાવવાના હેતુથી આજે ભાજપમા જોડાઇ રહ્યા છીએ.

અમિરષભાઇ ડેરેએ જણાવ્યું કે, કચ્છમા ભૂકંપ અને સુરતમા પ્લેગ સમયે અમરેલી જીલ્લા યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે કામ કરવાની તક ભાજપમાંથી મળી હતી. 2003 અને 2010થી ભાજપમા રહી ઘણા કામો કર્યા હતા. કોંગ્રેસનુ મોવડીમંડળને નજીકના લોકોએ મીસગાઇડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે જે કોંગ્રેસનુ નિવેદન આવ્યુ તેનાથી ઘણો આઘાત લાગ્યો. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમા ઘણા વિકાસના કામો કર્યા છે. હું આજે કોંગ્રેસ સાથે છેડો ફાળી ભાજપમા જોડાયો છું. આવનાર સમયમાં કાર્યકર્તા તરીકે જે પણ જવાબદારી આપશે તેને નિષ્ઠા પુર્વક નિભાવીશ. મને ભાજપમાં જોડવા બદલ ભાજપના અગ્રણીનેતાઓનો આભાર વ્યકત કરુ છું.

આ કાર્યક્રમમા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ ગોરઘનભાઇ ઝડફીયા, જયંતિભાઇ કવાડિયા, એમ.એસ.પટેલ, મહામંત્રી રજનીભાઇ પટેલ, પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસ સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

1 of 357

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *