Politics

કોળી સમાજ ના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા કોંગ્રેસ માં જોડાયા

અખિલ ભારતીય કોળી સમાજ ના રાષ્ટ્રીય નેતા અને ભાજપ ના પૂર્વ પ્રદેશ મંત્રી,ઠાકોર કોળી વિકાસ નિગમ ના પૂર્વ ઉપાધ્યક્ષ મનુ ચાવડા આજ વિધિવત રીતે તેમના ટેકેદારો સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાત ના પ્રભારી રઘુ શર્મા, રામકિશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણા, અંબરીષ ડેર સહિતના પ્રદેશ કોંગ્રેસ ની ઉપસ્થિતિ માં કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો હતો.

આજ જ્યારે નેતાઓ કોંગ્રેસ અને અન્ય પાર્ટી માંથી ભાજપ માં જોડાય છે ત્યારે ભાજપ ના પૂર્વ નેતા મનુ ચાવડા કોંગ્રેસ માં જોડાયા હતા. તેના કારણે વિધાનસભા ની ચુંટણીમાં કોંગ્રેસ ને કોળી વોટ બેંક પર ફાયદો થઈ શકે છે તેવો ૧૯૯૫ માં બોટાદ વિધાનસભા તત્કાલ ના મહેસૂલ મંત્રી દલસુખ ગોધાણી સામે અપક્ષ માં ચૂંટણી લડ્યા હતા

ત્યારે એવો નોંધનીય મત લઈ આવ્યા હતા ત્યાર બાદ તેવો ભાજપ માં જોડાયા હતા અને ભાજપ માં પ્રદેશ મંત્રી, દક્ષિણ ગુજરાત ના પ્રભારી અને સરકાર ના નિગમ ના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેવો નિગમ ના ઉપાધ્યક્ષ હતા ત્યારે નિગમ માંથી પગાર કે અન્ય કોઈ ભથ્થા લેતા નહીં અને કોળી સમાજ માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં વર્ચવસ્વ ધરાવે છે. તેના કારણે કોંગ્રેસ ને ફાયદો થઈ શકે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *