હળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેર ખાલી હોવાથી ખેડૂતોના હિતમાં આજે આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને પાણી આપો ન્યાય આપોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું
આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ – ધ્રાંગધ્રા તાલુકા માંથી પસાર થતી નર્મદા કેનલ ઘણા સમયથી બંધ છે ખેડૂતો ને સિંચાઇ માટે પાણી છોડવા માં નથી આવતું ત્યારે ખેડૂતો દ્વારા સરકાર ને અનેક રજૂઆતો કરી છતાંય ખેડૂતોને સરકાર તરફથી સંતોષકારક જવાબ ન મળવાથી આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો ને સાથે રાખીને કોયબા ગામ પાસે કેનાલમાં સરકાર જેમ ખેડૂતોને ખો આપી રહી છે તેમ કેનાલની અંદર ખો રમત રમી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને મામલતદાર કચેરીએ ઉગ્ર સુત્રોચ્ચાર કરી અને મામલતદાર ને પાણી છોડવા માટે અર્ધનગ્ન હાલતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં આમ આદમી પાર્ટી કિસાન પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાની હેઠળ તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા તથા સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેશભાઈ ના માર્ગદર્શન હેઠળ હળવદ વિધાનસભા સંગઠન મંત્રી હિતેશભાઈ વરમોરા, ચંદુભાઈ મોરી તથા વિપુલભાઈ રબારી, એચ. કે પટેલ,ધનશ્યામભાઈ ભુવા, ભરતભાઈ પટેલ,ખુમાનભાઈ રાજપૂત,બાબુભાઈ મકવાણા,ભરતભાઈ મકવાણા,જાદુભાઈ ઠાકોર તથા હળવદ તાલુકાના અનેક ગામના ખેડૂતો જોડાયા હતા…
અભિષેક પારેખ રિપોટર મોરબી