Politics

ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારો ના પદગ્રહણ સમારોહમાં રાજકોટ તથા સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ ખાતે પધારવા કાર્યકરો, આગેવાનો અને સમાજ અગ્રણીઓ ઉત્સુક…

ડૉ. મહેશભાઈ રાજપુત વર્કિંગ ચેરમેન નિમણુંક થતા રાજકોટ અને સૌરાષ્ટ્રના કાર્યકરો આગેવાનો ગેલમાં બસ,મિનિબસ, ટેમ્પો વગેરે વાહનોમાં રવાના થતા ઓબીસી સમાજ કાર્યકરો, આગેવાનો.

તા.૦૧/૦૩/૨૦૨૪ શુક્રવાર આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેનશ્રી તથા વર્કિંગ ચેરમેનશ્રીઓ આજરોજ પદગ્રહણ કરનાર છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ સૌરાષ્ટ્ર અને રાજકોટના કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો ગેલમાં આવી ગયા છે અને પુરા ઉત્સાહથી ડૉ. મહેશભાઈ રાજપુત આજે પદગ્રહણ કરનાર છે ત્યારે અમદાવાદમાં આવેલ રાજીવગાંધી ભવન ખાતે પધારી રહ્યા છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ રાજકોટમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ત્યારે રાજકોટથી બસ, મિનિબસ, ટેમ્પો વગેરે વાહનોમાં કાર્યકરો આગેવાનો તથા ઓબીસી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પદગ્રહણ સમારોહમાં પધારી ચેરમેન શ્રી રાજેશભાઈ ગોહિલ, કાર્યકારી ચેરમેન શ્રી ડૉ.મહેશભાઈ રાજપૂત તથા રાજુભાઇ આહીર તથા રમેશભાઇ દેસાઈનો આજરોજ પદગ્રહણ સમારોહ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવગાંધી ભવન,પાલડી, અમદાવાદ ખાતે યોજાનાર છે આ કાર્યક્રમમાં હાજરી આપવા રાજકોટ તથા સૌરાષ્ટ્રમાંથી કોંગ્રસના તમામ ઓબીસી સમાજના આગેવાનો સંગઠનના તમામ કાર્યકરો આગેવાનો તથા કોંગ્રસ પક્ષ ના તમામ કાર્યકરો તથા સમાજના આગેવાનો પધારી ઉત્સાહ પૂર્વક જોડાનાર છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *